તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:તપાસણી કરવામાં આનાકાની કરનાર પ્રવાસી પર ગુનો નોંધાશે

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હવે મુંબઈ એરપોર્ટ નવી વ્યવસ્થા પ્રમાણે કોરોનાની
 • કેટલાક પ્રવાસીઓ તપાસણી નકારીને અધિકારીઓ સાથે ઘર્ષણમાં ઉતરે છે

મુંબઈ એરપોર્ટ પર ઉતરનારા કેટલાક પ્રવાસીઓ કોરોનાની તપાસણી અને ટેસ્ટ માટે નકાર આપે છે અને સંબંધિત અધિકારીઓ સાથે લમણાઝીંક કરે છે એમ ધ્યાનમાં આવ્યું છે. આ બાબત ધ્યાનમાં લેતા તપાસણી અને ટેસ્ટ કરવા સહયોગ ન આપતા પ્રવાસીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો નિર્ણય એરપોર્ટ ઓથોરિટીએ લીધો છે. દેશ અને વિદેશથી મુંબઈ આવતા પ્રવાસીઓની કોરોના તપાસણી કરવામાં આવે છે. તપાસણી દરમિયાન પ્રવાસીઓને હેરાનગતિ ન થાય એનું ધ્યાન રાખવામાં આવે છે. પ્રવાસ શરૂ કરવા પહેલાં કોરોના ટેસ્ટ કરીને મુંબઈ આવતા પ્રવાસીઓ માટે સ્વતંત્ર કતારની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે કેટલાક પ્રવાસીઓ તપાસણી કરવા માટે વિવાદ ઊભો કરે છે.

તેથી આવા પ્રવાસીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો નિર્ણય એરપોર્ટ ઓથોરિટીએ લીધો છે. કોરોનાગ્રસ્ત પ્રવાસીઓને કારણે મુંબઈગરાઓને સંક્રમણ ન થાય એ માટે આ તકેદારી લેવામાં આવી રહી છે.છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કરવામાં આવતી આરોગ્ય તપાસણી ઝુંબેશનું મેયર કિશોરી પેડણેકરે નિરીક્ષણ કર્યું હતું. એ પછી તેમણે પ્રવાસીઓ સાથે સંવાદ સાધ્યો હતો. એરપોર્ટ ઓથોરિટી તરફથી કરવામાં આવતી કોરોના તપાસણી માટે સહયોગ આપવો એવી હાકલ તેમણે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો