મોંઘવારી:CNGમાં કિલોદીઠ રું.2 અને PNGમાં રું.1.50નો વધારો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

પેટ્રોલ ડીઝલ બાદ સીએનજી અને પીએનજીના ભાવોમાં પણ એરધાર્યો વધારો થઈ રહ્યો છે, જેને કારણે નાગરિકો વધુ પરેશાન છે. ખાસ કરીને સીએનજી પર ચાલતાં વાહનના ધારકો વધુ પરેશાન છે. એમજીએલ દ્વારા શુક્રવારે જણાવવામાં આવ્યું હતું કે ઘરઆંગણે ગેસની ફાળવણીમાં ઘટાડાને પહોંચી વળવા માટે સીએનજી અને ડોમેસ્ટિક પીએનજી સેગમેન્ટ્સની વધતી આવશ્યકતાઓને પહોંચી વળવા માટે વધારાનો માર્કેટ પ્રાઈસ્ડ નેચરલ ગેસ (આયાતી આરએલએનજી) સ્રોત કરી રહી છે.

જોકે આયાતી આરએલએનજીની કિંમતોમા પૂરતા વધારાને લીધે અમારો ઈનપુટ ગેસ ખર્ચ પણ પૂરતો વધ્યો છે. આથી તેને પહોંચી વળવા માટે સીએનજીમાં કિલોદીઠ રૂ. 2નો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ડોમેસ્ટિક પીએનજીમાં રૂ. 1.50નો વધારો કરવામાં આવ્યો છે. મુંબઈ અને આસપાસમાં તુરંત અમલ સાથે આ નિર્ણય અમલમાં આવ્યો છે. એટલે કે, શનિવારે પરોઢથી જ આ વધારો લાગુ થશે.

આ મુજબ સીએનજી બધા કર સહિત કિલોદીઠ હવે રૂ. 63.50માં મળશે, જ્યારે ડોમેસ્ટિક પીએનજીની કિંમત એસસીએમ દીઠ રૂ. 38.00 થઈ છે. છેલ્લા થોડા સમયમાં આ લાગલગાટ વધારો છે. એનજીએલે આ સાથે દાવો કર્યો છે કે આ ભાવવધારા છતાં પેટ્રોલ અને ડીઝલની વર્તમાન કિંમતો જોતાં સીએનજી અનુક્રમે 60 ટકા અને 33 ટકાની બચત કરે છે. ડોમેસ્ટિક પીએનજી ઘરેલુ એલપીજીની વર્તમાન કિંમતની તુલનામાં 24 ટકાની બચત કરે છે, એવો પણ દાવો કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...