તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રવાસી સંખ્યામાં વધારો:અનલોક થતા લોકલમાં 11 લાખ પ્રવાસીઓનો વધારો

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નિયમ તોડીને સસ્તા અને ઝડપી પ્રવાસને અગ્રતા

લોકડાઉનના સમયમાં બપોરે 4 વાગ્યા સુધી મુંબઈને ખુલ્લુ કર્યા પછી મુંબઈની ઉપનગરીય સેવા એટલે કે લોકલની પ્રવાસી સંખ્યામાં સોમવારે લગભગ 11 લાખનો વધારો થયો હતો. ફક્ત અત્યાવશ્યક સેવાના પ્રવાસીઓને લોકલમાં પ્રવાસ કરવાની છૂટ છે ત્યારે રસ્તા પર ટ્રાફિક જામ, ઈંધણના દરની કિંમત રૂ. 100ને વટાવી જવી અને કોરોનાના સમયમાં બેરોજગારીને કારણે ત્રાસેલા સામાન્ય નાગરિકોએ મહાપાલિકાના નિયમ તોડીને સસ્તા અને ઝડપી રેલવે પ્રવાસને અગ્રતા આપ્યાનું સ્પષ્ટ થયું છે. સામાન્ય નાગરિકોને લોકલમાં પ્રવાસની છૂટ આપવા બાબતે રાજ્ય સરકારે પોતાની કક્ષામાં મુંબઈ મહાપાલિકાને અધિકાર આપ્યા છે.

આ અધિકારોનો ઉપયોગ કરતા મહાપાલિકાએ સામાન્ય નાગરિકો માટે લોકલ બંધી યથાવત રાખી છે. મધ્ય રેલવેમાં સોમવારે 19,31,744 પ્રવાસીઓની નોંધ કરવામાં આવી હતી. ગયા શુક્રવારની સરખામણીએ સોમવારે 15,730 ટિકિટ અને 11,400 પાસનું વધુ વેચાણ થયું. પશ્ચિમ રેલવેમાં પહેલાં જ દિવસે 4 લાખથી વધુ પ્રવાસીઓનો ઉમેરો થયો. સોમવારે 13,92,154 પ્રવાસીઓ નોંધવામાં આવ્યા હતા. ગયા અઠવાડિયાના શુક્રવારની સરખામણીએ સોમવારે 98,000થી વધુ ટિકિટનું વેચાણ થયું એવી માહિતી રેલવે અધિકારીએ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...