કાર્યવાહી:એડવોકેટ ગુણરત્ન સદાવર્તે સામે બિડમાં પણ એફઆઈઆર દાખલ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મરાઠા અનામત વિશે વાંધાજનક વક્તવ્ય આપવું તેમને ભારે પડી ગયું

મરાઠા અનામત વિશે અને સમાજ બાંધવોના મોરચા વિશે વાંધાજનક વક્તવ્ય કરવાનેમુદ્દે એડ. ગુણરત્ન સદાવર્તે સામે રવિવારે બીડના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો. ભાજપના બીડ તાલુકાના અધ્યક્ષ એડ. સ્વપ્નિલ ગલધર દ્વારા આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ગુણરત્ન સદાવર્તેના મોઢા પર કાળું ચોપડનારને રૂ. 50,000ના ઈનામની ઘોષણા ગલધરે કરી હતી. હવે તેમણે એફઆઈઆર પણ દાખલ કરી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે 15 એપ્રિલે સવારે 10.00 વાગ્યે તેઓ સ્વરાજ્યનગર ખાતે પોતાના ઘરમાં હતા. તે સમયે એક ડોક્ટરે વ્હોટ્સએપ પર મોકલેલો વિડિયો તેમણે ડાઉનલોડ કરી જોયો હતો.​​​​​​​ તેમાં સદાવર્તેએ એક પત્રકાર પરિષદમાં મરાઠા અનામત વિશે અપશબ્દ વાપર્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

મરાઠા અનામત મોગલાઈ પદ્ધતિથી લૂંટવામાં આવી નહીં શકે. આ પાટીલ, દેશમુખ, રાજાશાહીનું રાજ્ય નથી. મોંઘાં વાહનો લાવીને લોકો ભેગા કર્યા અને 52 મોરચા કાઢ્યા. મુખ્ય મંત્રીને બાનમાં લઈને અનામત મળતું નથી. આખરે સુપ્રીમકોર્ટે એન્ટી વાઈરસ આપીને અનામત નેસ્તનાબૂદ કર્યું છે.

ઉપરાંત દિલીપ પાટીલના ફેસબુક પેજ પર એક ચેનલને આપેલી મુલાકાતમાં સદાવર્તેએ મહાપુરુષો વિશે પણ વાંધાજનક વિધાન કર્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. સમાજમાં વેરઝેર પેદી કરવા માટે અને મરાઠા સમાજની ધાર્મિક શ્રદ્ધાનું અવમાન કરીને ભય ફેલાવવાનો ઠપકો મૂકીને વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ કરવામાં આવ્યો. તપાસ એપીઆઈ અમોલ ગુરલે કરી રહ્યા છે.

મુશ્કેલીમાં વધુ એક વધારો
દરમિયાન મુંબઈમાં શરદ પવારના બંગલોની બહાર એસટી મહામંડળના હડતાળિયા કર્મચારીઓ દ્વારા કરાયેલા આંદોલનને હિંસક વળાંક મળ્યું હતું. આ સંબંધે એસટી કર્મચારીઓના વકીલ સદાવર્તેની ધરપકડ થઈ હતી. આ પછી સદાવર્તેની સાતારા પોલીસે ધરપકડ કરી છે.

દોઢ વર્ષ પૂર્વે સાંસદ ઉદયનરાજે ભોસલે અને સાંસદ છત્રપતિ સંભાજીરાજે ભોસલે વિશે વાંધાજનક વક્તવ્ય કરવાના ગુનામાં સદાવર્તેની સાતારા પોલીસે ધરપકડ કરી હતી. 16 એપ્રિલે તેમને સાતારા કોર્ટે 18 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. આ પછી બીડમાં પણ ગુનો નોંધ થવાથી સદાવર્તેની મુશ્કેલીમાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...