ભારતમાં આજે 1,06,773 લોકો અવયવો મેળવવાની પ્રતિક્ષામાં છે. દરેક 9 મિનિટમાં આ યાદીમાં એક વ્યક્તિનો ઉમેરો થાય છે. રોજ 17 લોકો અવયવની રાહ જોવામાં મૃત્યુ પામે છે. દર વર્ષે લગભગ 5 લાખ લોકો જરૂરી અવયવો સમયસર નહીં મળવાને લીધે મૃત્યુ પામે છે, એમ આ ક્ષેત્રે છેલ્લાં પાંચ વર્ષથી કાર્યરત રોટરી ક્લબ ઓફ મુંબઈ કફ પરેડનાં ભૂતપૂર્વ અધ્યક્ષા સોનલ સોમૈયા અને હરમિંદર સિંહ પથેજાએ જણાવ્યું હતું.
ઈન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3141 અને રોટરી ક્લબ ઓફ મુંબઈ કફ પરેડ અને અન્ય રોટરી ક્લબો દ્વારા આંખ, ત્વચા અને અંગદાન વિશે સતત જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યાં છે. શુક્રવારે અંગદાન દિવસ નિમિત્તે લોકોમાં વધુ જાગૃતિ લાવવા પ્રયત્નશીલ સોનલ સોમૈયાએ જણાવ્યું કે દર વર્ષે લગભગ બે લાખ લોકોને એક અથવા બીજા અંગની જરૂર હોય છે.
અંગદાન મહાદાન નવું સ્લોગન
કેન્સર, એચઆઈવી, બીજા ચેપ હોય તેઓ અવયવોનું દાન કરી નહીં શકે. જોકે જીવિત વ્યક્તિ પણ અવયવોનું દાન કરી શકે છે. મૃત વ્યક્તિની આંખ સાથે બીજાં અંગે પણ દાન કરી શકાય છે. આ વિશે ઘણા લોકોને જાણ નથી. આથી અન્નદાન મહાદાન પછી સમાજમાં અંગદાન મહાદાન છે એવું નવું સ્લોગન લઈને રોટરી ક્લબ જાગૃતિ ફેલાવવા બમણા જોશથી કામ કરશે, એમ તેમણે જણાવ્યું હતું. રોટરી ઓર્ગન ડોનેશન નામે વેબસાઈટ પર માહિતી મળી શકશે, જ્યારે પ્લેજ એટ રોટરી ડોનેશન પર અંગદાનનું ફોર્મ ખરી શકાશે.
અવયવદાન પ્રકાર જાણો
અવયવદાનના બે પ્રકાર હોય છે. લિવિંગ (જીવિત) ડોનેશન અને ડેડ (મૃત) ડોનેશન. જીવિતમાં જીવિત દાતા ત્વચા, યકૃત, લિવરનો એક ભાગ, પેન્ક્રિયાઝ દાન કરી શકે છે, જ્યારે રોગગ્રસ્ત દાતા કે મૃત વ્યક્તિ ત્વચા, યકૃત, લિવર, હૃદય, આંખ, કિડનીનું દાન કરીને અન્યોનો જીવ બચાવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.