તપાસ:પવાર વિરુદ્ધ તે પોસ્ટ 2020માં પણ વાઈરલ કરવાનો પ્રયાસ કરાયો હતો

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તે સમયે ધાર્યું પરિણામ નહીં ​​​​​​​મળતાં​​​​​​​ મરાઠી અભિનેત્રી કેતકીને હાથો બનાવવામાં આવ્યાની શંકા

મરાઠી ટીવી અને ફિલ્મ અભિનેત્રી કેતકી ચિતળેએ શરદ પવાર વિશે કરેલી વાંધાજનક પોસ્ટ આ પૂર્વે પણ વાઈરલ થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરંભમાં પોસ્ટનું ધાર્યું પરિણામ નહીં આવતાં તે કેતકીના માધ્યમથી ફરીથી વાઈરલ કરવામાં આવી હોઈ શકે એવી પોલીસને શંકા છે. આથી કેતકીની પાછળ કોઈ સૂત્રધાર છે કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે.દરમિયાન કેતકી વિરુદ્ધ રાષ્ટ્રવાદી કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનું ચાલુ જ રાખવામાં આવ્યું છે. તેની વિરુદ્ધ સોમવાર સુધી 16 ફરિયાદો નોંધાવવામાં આવી તી.શરદ પવાર વિશે સમાજમાં દ્વેષ નિર્માણ કરવાનો પ્રયાસ આ પોસ્ટદ્વારા થઈ રહ્યો છે.

પોલીસ તપાસમાં આ બાબતે મોટો ખુલાસો થયો છે. 18 જાન્યુઆરી, 2020ના રોજ પહેલી વાર આ પોસ્ટ વાઈરલ કરવામાં આવી હતી. અમુક લોકોએ વ્હોટ્સએપ અને વ્યક્તિગત ગ્રુપમાં આ પોસ્ટ નાખી હતી. તેના માધ્યમથી આ પોસ્ટ અન્ય માધ્યમોમાં વાઈરલ કરવાનો પ્રયાસ કરાયો હતો. જોકે તે સમયે આ પોસ્ટ અપેક્ષિત વાઈરલ થઈ નહોતી. આ પછી હવે આ પોસ્ટ ફરીથી કેતકીના માધ્યમથી વાઈરલ કરવામાં આવી છે કે શું તે તપાસમાં આવી રહ્યું છે. કેતકી વિવાદાસ્પદ અભિનેત્રી હોઈ તેણે આ પૂર્વે પણ પોસ્ટ કરીને વિવાદ છંછેડ્યો હતો તે અત્રે ઉલ્લેખનીય છે.

નાશિકમાં પણ પોસ્ટ વાઈરલ
દરમિયાન નાશિકમાં પણ પવાર વિરુદ્ધ એક પોસ્ટ વાઈરલ થઈ હતી. તેમાં પવારને બારામતીના ગાંધી તરીકે સંબોધીને તેમની વિરુદ્ધ નથુરામ ગોડસે ઊભો કરવાનું કહેવામાં આવ્યું હતું. આથી નાશિકમાં આ પોસ્ટ સાથે કેતકીની પોસ્ટનો કોઈ સંબંધ છે કે કેમ તે પણ તપાસવામાં આવી રહ્યું છે. નાશિકના પ્રકરણમાં ભામરે નામના એક સુશિક્ષિત યુવાનની ધરપકડ કરવામાં આવી છે, જેને આજે કોર્ટમાં હાજર કરાતાં બે દિવસના રિમાંડ આપવામાં આવ્યા છે.

પોલીસને પુરાવા મળ્યા
દરમિયાન થાણે પોલીસે જણાવ્યું કે 2020માં આ પોસ્ટ વાઈરલ કરાઈ તેના પુરાવા મળ્યા છે. જોકે આ પોસ્ટ અમુક ચોક્કસ વ્હોટ્સએપ સુધી જ મર્યાદિત રહ્યા હતા. હવે તે કેતકીના માધ્યમથી ફરીથી વાઈરલ કરવામાં આવ્યું છે. આથી આ દિશામાં તપાસ કરવામાં આવશે. તેની પાછળ કોઈ સૂત્રધાર છે કે કેમ તે તપાસવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...