નિર્ણય:મુંબઈ પરનો ભાર ઓછો કરવા પાલઘરમાં એરપોર્ટ ઊભું કરાશે

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 300 એકરમાં નવું સેટેલાઈટ એરપોર્ટ ઊભું કરાશે

મુંબઈના એરપોર્ટ પર વધતા પ્રવાસી ભારને ઓછો કરવા માટે પાલઘર જિલ્લામાં નવું સેટેલાઈટ એરપોર્ટ ઊભું કરવાનો નિર્ણય મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ એરપોર્ટ ઓથોરિટીની બેઠકમાં લીધો છે. 300 એકર જગ્યામાં આ એરપોર્ટ ઊભું કરવા હાલમાં ઉપલબ્ધ સરકારી જગ્યાઓનો અહેવાલ તુરંત રજૂ કરીને પ્રકલ્પનો પ્લાન તૈયાર કરવાના નિર્દેશ પણ તેમણે આ સાથે આપ્યા છે.

મુંબઈ એરપોર્ટ પર હાલમાં પ્રચંડ તાણ છે. તેમાં વળી, થાણે, કલ્યાણ, વસઈ, વિરાર વિસ્તારમાં મોટે પાયે લોકસંખ્યા વધી રહી છે. ઉપરાંત વૈશ્વિક પર્યટકોને આકર્ષિત કરવાની પાલઘર જિલ્લાની ક્ષમતા છે. આથી મુંબઈ એરપોર્ટ પરનો ભાર ઓછો કરીને પાલઘરમાં નવું અત્યાધુનિક એરપોર્ટ ઊભું કરવા બાબતે બેઠકમાં ચર્ચા થઈ હતી.

આ માટે પ્રશાસને પણ પાલઘરમાં સરકારી જમીનન ઉપલબ્ધતા હોઈ એમએમઆરડીએના વિસ્તારિત ક્ષેત્રના પ્રવાસી અને પર્યટકોને આ એરપોર્ટ સૌથી વધુ સગવડદાયી ઠરશે એવો પ્રતિસાદ આપ્યો છે. તેની પર વહેલી તકે એરપોર્ટનો પ્લાન તૈયાર કરવાની સૂચના ઠાકરેએ આપી છે.

અન્ય જિલ્લાઓ પર પણ ધ્યાન અપાશે
દરમિયાન શિર્ડી સાથે અન્ય જિલ્લાઓમાં એર ટ્રાફિક સેવા ગુણવત્તાયુક્ત બને તે માટે મહારાષ્ટ્ર એરપોર્ટ વિકાસ કંપનીએ ધ્યાન આપવું, મિહાન ખાતે હાલની સ્થિતિમાં ચાલતા પ્રકલ્પનાં કામોને ફાસ્ટ ટ્રેક પર મૂકી દેવા. સમૃદ્ધિ હાઈવેને લીધે નજીકના જિલ્લામાં ચાલતા એર ટ્રાફિકને ગતિ મળશે, જેને કારણે આ વિસ્તારના પ્રસ્તાલિત પ્રકલ્પોનાં કામો વહેલી તકે પૂરાં કરવાં જોઈએ. કોલ્હાપુર- રત્નાગિરિ ખાતે એરપોર્ટ વિસ્તરણ કરવા માટે ચાલતી કાર્યવાહી, અમરાવતી એરપોર્ટ રનવેની લંબાઈ વધારવાનાં કામોને પણ ફાસ્ટટ્રેક પર મૂકવાની સૂચનાઓ આપી હતી.

શિર્ડીથી શાકભાજી દિલ્હી મોકલાય છે
શિર્ડીથી કાર્ગો થકી શાકભાજી, ફૂલ, ફળો મોટે પાયે બેન્ગલોર, ચેન્નાઈ અને દિલ્હીમાં મોકલવામાં આવી રહ્યા છે. હંમણાં સુધી શિર્ડીથી કાર્ગો થકી 1 લાખ 70 હજાર કિલો સુધી ખેતમાલ દેશના અન્ય ભાગોમાં લઈ જવામાં આવ્યો છે તે સરાહના બાબત છે, એમ ઠાકરેએ આ સમયે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...