હુકુમ:એસિડ હુમલાની ત્રણ પીડિતાને 2 લાખ વધારાની ભરપાઈ કરાશે

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અગાઉ પણ આ પીડિતાઓને 3 લાખની ભરપાઈ આપવામાં આવી હતી

એસિડ હુમલાની ત્રણ પીડિતાઓને મહારાષ્ટ્ર પીડિતા નુકસાન ભરપાઈ યોજના અંતર્ગત વધારાના રૂ. 2 લાખ આપવાનો નિર્દેશ મુંબઈ હાઈ કોર્ટે રાજ્ય સરકારને આપ્યો છે. આ પ્રકરણમાં અગાઉ પીડિતાઓને રૂ. 3 લાખની નુકસાન ભરપાઈ આપવામાં આવી હતી. છતાં તેમની પર શસ્ત્રક્રિયા અને અન્ય ઉપચાર માટે તેમને વધારાની રકમ આપવાનો નિર્દેશ હાઈ કોર્ટે આપ્યો છે.વર્ષ 2010માં એસિડ હુમલાનો ભોગ બનેલી ત્રણ પીડિતાઓએ મુંબઈ હાઈ કોર્ટમાં અરજી કરી હતી.

અરજદારોએ આ સંબંધમાં વર્ષ 2017ના વટહુકમને પડકારતાં તેમાં સુધારણા અપેક્ષિત હોવાનું જણાવ્યું હતું, કારણ કે રૂ. 5 લાખની રકમ પણ એસિડ હુમલાની પીડિતાઓ માટે અપૂરતી છે. કોર્ટે એક આદેશમાં પીડિતાને રૂ. 10 લાખ આપવાના નિર્દેશ આપ્યા હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેની પર હાલમાં જસ્ટિસ પ્રસન્ન વરાળે અને જસ્ટિસ માધવ જે જમાદારની ખંડપીઠ સામે સુનાવણી પાર પડી હતી. તે સમયે આ પીડિતાઓ પર એસિડ હુમલો થયા પછી રાજ્ય સરકાર પાસેથી શસ્ત્રક્રિયા અને અન્ય ઉપચાર માટે મહારાષ્ટ્ર પીડિતા નુકસાન ભરપાઈ યોજના અંતર્ગત 3 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

જોકે અરજદારોએ શસ્ત્રક્રિયા અને ઉપચારો માટે આપવામાં આવેલા અને તેમણે કરેલો ખર્ચ 3 લાખ કરતાં વધુ છે. શસ્ત્રક્રિયા પછી આગળ તે સંબંધમાં ફોલો-અપ અને અન્ય ઉપચાર માટે પીડિતાઓને વધારાનો આર્થિક ભાર સહન કરવો પડે છે એવું અરજદારોએ કોર્ટને જણાવ્યું હતું. ઉપરાંત 2017ની યોજના અંતર્ગત પીડિતાઓને આપવામાં આવતી રકમ મહત્તમ રૂ. 5 લાખ કરવામાં આવી હોઈ ડિસેમ્બર 2009થી તે પીડિતાને લાગુ કરવામાં આવી છે. આથી અરજદારો વધારાની મદદ માટે પાત્ર હોવાનું તેમણે હાઈ કોર્ટના ધ્યાનમાં લાવી દીધું હતું.

વિશિષ્ટ અપંગત્વ માનવામાં આવશે
હાઈ કોર્ટે આ અગાઉની એસિડ હુમલાની પીડિતાને વિશિષ્ટ અપંગત્વ ધરાવતી વ્યક્તિ માનવામાં આવશે અને તેને કારણે વધારાની નુકસાન ભરપાઈ, પુનર્વસન ઉપાય અને મફત તબીબી ઉપચાર મેળવવા માટે તે પાત્ર છે એવો નિર્ણય આપતાં મહારાષ્ટ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગને ત્રણ મહિનામાં પીડિતાને રૂ. 10 લાખ ભરપાઈ આપવાના નિર્દેશ આપ્યા હતા. તેની દખલ લેતાં હાઈ કોર્ટે આ પ્રકરણમાં પીડિતાને આર્થિક સહાય પ્રદાન કરવા સાથે સંબંધિત છે. સામાન્ય રીતે દુર્બળ ઘટક, એટલે કે, મહિલા અને એસિડ હુમલાની પીડિતાઓને આર્થિક સહાય કરતી વખતે અમને રાજ્ય સરકાર પાસેથી હકારાત્મક પ્રતિસાદની અપેક્ષા છે એવું સ્પષ્ટ કરીને કોર્ટે રાજ્ય સરકારને આ પ્રકરણની ત્રણ પીડિતાને બે અઠવાડિયામાં વધારાના રૂ. 2 લાખ મદદ તરીકે આપવાના નિર્દેશ આપીને સુનાવણી 4 ડિસેમ્બર સુધી મોકૂફ રાખી છે.