નોટિસ:અમૃતા ફડણવીસે રાષ્ટ્રવાદીનાં વિદ્યા ચવ્હાણને નોટિસ આપી

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમૃતા ફડણવીસ - Divya Bhaskar
અમૃતા ફડણવીસ
  • ટ્વીટમાં પણ વિદ્યા ચવ્હાણની આકરી ટીકા

વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસનાં નેતા વિદ્યા ચવ્હાણ વચ્ચે વિવાદ વકર્યો છે. અમૃતાએ ચવ્હાણને આબરૂ નુકસાનીની નોટિસ મોકલી છે. ચવ્હાણે અમૃતાનો ડાન્સિંગ ડોલ તરીકે ઉલ્લેખ કર્યો હતો, જેની સામે વાંધો ઉઠાવતાં અમૃતાએ ચવ્હાણને આ નોટિસ મોકલી છે.

વિદ્યા ચવ્હાણ
વિદ્યા ચવ્હાણ

મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેનાં પત્ની રશ્મી ઠાકરે પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા ભાજપના નેતા જિતેન ગજરિયા પર વિદ્યા ચવ્હાણે તીવ્ર શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો. જોકે તે સમયે તેમણે અમૃતા ફડણવીસને પણ વિવાદમાં ઘસડ્યાં હતાં. દરમિયાન અમૃતા ફડણવીસે ટ્વીટ કરીને કહ્યું, તમારી પોતાની પુત્રવધૂ અને પુરોગામી સ્ત્રીઓના ચારિત્ર્યનું જે અપમાન કરે છે તે નેતા છે વિદ્યાહીન ચવ્હાણ. હવે કોર્ટમા જ જઈને સાફ કરવો પડશે તેમણે પ્રસરાવેલો ઝેરી કચરો.

વિદ્યા ચવ્હાણ, માનહાનિની નોટિસ વાંચો અને પોતાને સુધારો, પછી જ તમને શાંતિ મળશે.દરમિયાન વિદ્યા ચવ્હાણે જણાવ્યું કે મને કોઈ પણ નોટિસ મળી નથી. વિદ્યા ચવ્હાણ માફી માગી તો ઠીક છે, અન્યથા મારે તેમના ઘરે સિદ્ધિવિનાયકનો પ્રસાદ લઈને જવું પડશે એમ અમૃતા ફડણવીસે જણાવ્યું છે, જ્યારે બીજી બાજુ તમે તસ્દી નહીં લો, હું દર મંગળવારે સિદ્ધિવિનાયક મંદિરમાં જાઉં છું એમ વિદ્યા ચવ્હાણે જણાવ્યું હતું. આથી હવે અમૃતા ફડણવીસની કાયદેસર નોટિસને વિદ્યા ચવ્હાણ શું ઉત્તર આપે છે, માફી માગે છે કે પછી કોર્ટમાં લડાઈ લડે છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...