તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધુળે અને નંદુરબાર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની વિધાન પરિષદ પેટાચૂંટણીની મતગણતરીમાં ભાજપના અમરીશ પટેલે ઝળહળતો વિજય મેળવ્યો હતો અમરીશ પટેલને 332 મત અને કોંગ્રેસના અભિજિત પાટીલને 98 મત મળ્યા હતા. રસપ્રસ વાત એટલે અમરીશ પટેલ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાયા હતા અને અભિજીત પાટીલે ભાજપનો સાથે છોડી કોંગ્રેસમાં પક્ષપ્રવેશ કર્યો હતો. આ સાથે આગામી ચૂંટણીઓ માટે ભાજપનો આત્મવિશ્વાસ વધી ગયો છે. હજુ પાંચ બેઠકનાં પરિણામની રાહ જોવાઈ રહી છે.
ધુળે અને નંદુરબાર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની પેટાચૂંટણીમા 434માંથી 4 મત બાકાત થયા હતા અને 430 મત પાત્ર ગણાયા. 216 પ્રથમ અગ્રક્રમે મત લેનાર ઉમેદવાર જીતશે એવું ગણિત હતું. ભાજપના ઉમેદવાર અમરીશ પટેલે 332 મત મેળવીને જીત મેળવી હતી. જો કે હજી આ બાબતે અધિકૃત ઘોષણા બાકી છે.કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અમરીશ પટેલ અને ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા અભિજીત પાટીલ વચ્ચે સીધી લડત હતી. અમરીશ પટેલે વિધાન પરિષદના સભ્યપદ પરથી 30 સપ્ટેમ્બરના રાજીનામુ આપ્યું હતું. એમનો વિધાન પરિષદ સભ્ય પદના સમયગાળો 14 ડિસેમ્બર 2021ના પૂરો થવાનો હતો.
જો કે એ પહેલાં જ રાજીનામુ આપ્યું હોવાથી ફક્ત 12 મહિનાનો સમય તેમની જગ્યાએ ચૂંટાઈ આવનારા ઉમેદવારને મળશે. કોંગ્રેસના ગઢમાં થયેલી રાજકીય ઉથલપાથલનો આ ચૂંટણીમાં ભાજપને ફાયદો થશે કે મહાવિકાસ આઘાડી સરકારને ફાયદો થશે એના પર બધાનું ધ્યાન હતું. જો કે ભાજપમાં પ્રવેશ કરનાર અમરીશ પટેલે તેમનો ગઢ જાળવી રાખ્યો છે. એકનાથ ખડસે રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં ગયા પછી આ પ્રથમ ચૂંટણી હતી. જોકે ખડસેને મહાવિકાસ આઘાડીના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવવામાં નિષ્ફળતા મળી હતી.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.