કોરોના અપડેટ:કોરોનાના દર્દીઓ વધ્યા છતાં મૃત્યુનું પ્રમાણ હાલ અંકુશમાં

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હોસ્પિટલમાં દાખલ થનારા કોરોનાગ્રસ્તોનું પ્રમાણ 3%

મુંબઈમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે નવા નોંધાતા દર્દીઓની સંખ્યામાં ગયા અઠવાડિયે 16 ટકાનો વધારો નોંધાયો છે. જોકે હોસ્પિટલમાં દાખલ કરવાનું પ્રમાણ 3 ટકા અને મૃત્યુનું પ્રમાણ લગભગ 0.15 ટકા છે. રાજ્યમાં સૌથી વધુ નવા દર્દીઓ મુંબઈમાં મળી રહ્યા છે. મુંબઈમાં એપ્રિલના છેલ્લા અઠવાડિયાથી દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. 25 એપ્રિલથી 1 મેના સમયગાળામાં મુંબઈમાં 628 નવા દર્દીઓ નોંધાયા. એ પહેલાંના અઠવાડિયે એટલે કે 18 થી 24 એપ્રિલના સમયગાળામાં મુંબઈમાં 542 નવા દર્દીઓ નોંધાયા હતા.

દર્દીઓમાં વધારો થયો છે છતાં એની સરખામણીએ મૃત્યુ અને હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓના પ્રમાણમાં ઝાઝો વધારો થયો નથી. મુંબઈમાં 18 થી 24 એપ્રિલના સમયગાળામાં ફક્ત 8 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા અને શૂન્ય મૃત્યુની નોંધ થઈ હતી. ગયા અઠવાડિયે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં થોડોક વધારો થઈને આ પ્રમાણ 19 પર પહોંચ્યું છે. મુંબઈમાં અત્યારે 642 દર્દીઓ સારવાર હેઠળ છે. એમાંથી 2 ટકા એટલે કે 15 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયેલા છે. મુંબઈમાં ઉપલબ્ધ બેડની સંખ્યામાંથી લગભગ 0.06 ટકા બેડ પર દર્દીઓ છે અને બાકીના બેડ ખાલી છે.

અન્ય સમાચારો પણ છે...