તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ કૌભાંડ:બે ફિલ્મ કંપનીઓ સાથે પણ છેતરપિંડી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કૌભાંડનો સૂત્રધાર અંબાણી હોસ્પિટલનો માર્કેટિંગ એક્ઝિક્યુટિવ છે

કાંદિવલીની હિરાનંદાની હેરિટેજ સોસાયટીમાં રસીકરણ કૌભાંડનો સૂત્રધાર અંધેરીની કોકિલાબેન અંબાણી હોસ્પિટલનો માર્કેટિંગ એક્ઝિક્યુટિવ હોવાનું બહાર આવ્યું છે. તેણે સ્થાનિક મેડિકલ એસોસિયેશન અને ઈવેન્ટ્સ મેનેજમેન્ટ કંપની સાથે મળીને કોઈ પણ જાતના કરાર કે જરૂરી વિધિઓ પૂરી કર્યા વિના જ હોસ્પિટલની જાણ બહાર આ રસીકરણ ઝુંબેશ યોજી હોવાનું બહાર આવ્યું છે.દરમિયાન મેચબોક્સ પ્રોડકશન હાઉસ કંપનીના 150 કર્મચારીઓને આ રીતે જ રસી આપવામાં આવી હતી. ઉપરાંત ટિપ્સ ઈન્ડસ્ટ્રીઝના 365 કર્મચારીઓને રસી આપવામાં આવી હતી.

આ સામે ડોઝ દીઠ રૂ. 1200 લીધા હતા, પરંતુ હજુ સુધી કોઈને સર્ટિફિકેટ મળ્યું નથી, જેને લઈ તેઓ પણ છેતરાયા હોવાની ભાવના છે.મહાપાલિકા અને પોલીસ આ પ્રકરણની તપાસ કરી રહી છે ત્યારે સૂત્રધાર રાજેશ પાંડેને હોસ્પિટલે સેવામાંથી કાઢી મૂક્યો છે. હોસ્પિટલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઓઓ) ડો. સંતોષ શેટ્ટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પાંડે અમારો કર્મચારી હતો, પરંતુ રસીકરણની છેતરામણી પ્રવૃત્તિમાં તે અનધિકૃત રીતે અને અમારી કોઈ પણ અધિકૃતિ વિના સંડોવાયો હતો.

તેને હોસ્પિટલમાં રસી કે કોવિન પોર્ટલની નોંધણીની આઈડીને પહોંચ અપાઈ નહોતી. તે કોઈ પણ રસીકરણ ઝુંબેશમાં સંકળાયેલો નહોતો. અમે હમણાં સુધી ફક્ત કોર્પોરેટ શિબિરોમાં જ રસીકરણ કર્યું છે. કથિત સોસાયટીએ અમારી સાથે વિધિસર ઈમેઈલ પર કશું આદાનપ્રદાન કર્યું. પાંડેએ પોતાની મેળે આ કર્યું હતું.નોંધનીય છે કે 30 મેએ 390 રહેવાસીઓએ સોસાયટીમાં શિબિરમાં રસી લીધી હતી. પ્રત્યેકી રૂ. 1260 લેખે સોસાયટીએ રૂ. 4.91 લાખ ચૂકવ્યા હતા, જે પાંડેના જણાવ્યા પ્રમાણે મેડિકલ એસોસિયેશનના મહેન્દ્ર સિંહને ચૂકવ્યા હતા.

રસીકરણ સર્ટિફિકેટ 10 દિવસ પછી આવ્યું હતું, જેમાં અલગ અલગ હોસ્પિટલનાં નામ અને તારીખો હતી. આથી ગડબડની શંકા જતાં ધ હિરાનંદાની હેરિટેજ રેસિડેન્ટ્સ વેલફેર એસોસિયેશન દ્વારા કાંદિવલી પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કોવિશિલ્ડની જગ્યાએ ગ્લુકોઝનું પાણી આપ્યું હોવાની પણ શંકા છે.

અન્ય સમાચારો પણ છે...