તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:કોરોનાને લઈને દત્તક મેદાનોની દેખભાળ અને દુરસ્તીને પણ અસર

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વયંસેવા સંસ્થા અને કોર્પોરેટ્સે તે ચલાવવા અસમર્થતા બતાવી

પહેલાં અગિયાર મહીનાનો કરાર અને છેલ્લા સવા વર્ષથી કોરોનાના સંકટના કારણે આર્થિક સ્થિતિ ખરાબ થવાથી સ્વયંસેવી સંસ્થાઓ અને કોર્પોરેટ કંપનીઓએ ઉદ્યાનો, મેદાનો દતક ધોરણે ચલાવવા માટે અસમર્થતા દર્શાવી છે. તેથી આ જગ્યાઓની દેખભાળ અને રિપેરીંગના ખર્ચનો ભાર મહાપાલિકાના માથા પર આવ્યો છે. પરિણામે મહાપાલિકાએ તાબામાં લીધેલી આ ખુલ્લી જગ્યાઓ એમ જ પડી રહી છે.

મુંબઈમાં મહાપાલિકાની માલિકીના ઉદ્યાનો, મેદાનો સહિત લગભગ 1100થી વધારે ખુલ્લી જગ્યાઓ છે. અનેક વર્ષોથી એમાંથી લગભગ 266 ભૂખંડ સ્વયંસેવી સંસ્થાઓ, કોર્પોરેટ કંપનીઓને દતક ધોરણે દેખભાળ માટે આપવામાં આવતા હતા. કેટલીક સંસ્થાઓ આ જગ્યાનો ઉપયોગ વ્યવસાયિક રીતે કરતી હોવાના આરોપ પછી 2016માં તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સરકારે આ ધોરણને સ્ટે આપ્યો હતો. તેથી મહાપાલિકાએ આ ભૂખંડ પાછા લીધા. અત્યાર સુધી લગભગ 200 ભૂખંડ મહાપાલિકાના તાબામાં આવ્યા છે. 26 ભૂખંડ પર વિવિધ પક્ષોના રાજકીય નેતાઓની ક્લબ, જીમખાના, ઉદ્યાનો છે અને આ ભૂખંડ પાછા આપવામાં આવ્યા નથી. એના પરથી અનેક વર્ષોથી વિવાદ ચાલુ છે.

દરમિયાનના સમયમાં બે વર્ષ પહેલાં મહાપાલિકાએ આ ભૂખંડ ફરીથી સંસ્થાઓને સોંપવાનું ધોરણ તૈયાર કર્યું. નવા ધોરણમાં અગિયાર મહીનાના કરાર પર આ ભૂખંડ આપવામાં આવશે, એના પર કોઈ બાંધકામ કરી શકાશે નહીં, તેમ જ ભૂખંડની દેખભાળ અને રિપેરીંગ સંબંધિત સંસ્થાએ કરવી પડશે જેવી શરતો હોવાની માહિતી ઉદ્યાન વિભાગના સંબંધિત અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું.

પ્રશાસનના આ નિર્ણયના કારણે સંસ્થાઓએ ભૂખંડ દતક લેવા પીઠ ફેરવી છે. મુંબઈના અનેક બિલ્ડર અને કોર્પોરેટ કંપનીઓ આ ભૂખંડ દતક લઈને મહાપાલિકાની પરવાનગીથી ત્યાં પોતાની જાહેરાતો લગાડતી હતી. એના બદલે ભૂખંડની દેખભાળ થતી હતી. કોરોનાના સંકટમાં સંસ્થાઓ અને કોર્પોરેટ કંપનીઓની આર્થિક સ્થિતિ નાજુક થવાથી ભૂખંડ દતક લેવામાં મુશ્કેલી થઈ રહી છે એમ અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...