રોગચાળો / મુંબઈમાં કોરોનાની સાથે હવે ડેંગ્યૂ અને મેલેરિયાનું પણ સંકટ ઘેરાયું

Along with Corona, Mumbai is now plagued by dengue and malaria
X
Along with Corona, Mumbai is now plagued by dengue and malaria

  • છેલ્લા 9 દિવસમાં 1479 ઠેકાણે મચ્છરના ઈંડા મળી આવ્યા

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 05:55 AM IST

મુંબઈ. મુંબઈગરાઓ સમક્ષ કોરોના સાથે જ ડેંગ્યૂ અને મેલેરિયાનું સંકટ ઊભું થયું છે. ચોમાસાની પાર્શ્વભૂમિ પર મહાપાલિકાએ કરેલી તપાસણીમાં છેલ્લા ૯ દિવસમાં ૧૧૪૬ ઠેકાણે ડેંગ્યૂ અને ૩૩૩ ઠેકાણે મેલેરિયા વાહક મચ્છરના ઈંડા મળી આવ્યા છે. ડેંગ્યૂ, મેલેરિયા જેવા રોગો પર નિયંત્રણ આવે અને એનો ફેલાવો રોકાય એ માટે મચ્છરના ઉત્પતિ સ્થાનો શોધવા ઘર અને ઘરની આસપાસના પરિસરની તપાસણી ચોમાસાના ટાંકણે કરવામાં આવે છે. ૧૩ થી ૨૧ મે વચ્ચે કીટકનાશક ખાતાના ૧૫૦૦ શ્રમિકો, કર્મચારીઓ અને અધિકારીઓએ મુંબઈના ખૂણેખાંચરે સર્વેક્ષણ કર્યું હતું.
ઉત્પતિ સ્થાનના ઠેકાણે એક સમયે માદા મચ્છર ૧૦૦થી ૧૫૦ ઈંડા મૂકે છે
મુંબઈના ખૂણેખાંચરે વિવિધ ભાગો અને ઈમારતોના પરિસરના સર્વેક્ષણ દરમિયાન ઈમારત પરિસરમાં પાણીની ટાંકીઓ, ઝૂપડપટ્ટીમાં પાણીના ટીપડાં, પ્લાસ્ટિક અથવા તાલપત્રીમાં સચવાયેલું પાણી, પરિસરમાં પડી રહેલા ટાયર અને એમાં સચવાયેલુ પાણી, કુંડાંઓ નીચેની પ્લેટ્સ, શોભાના છોડવાઓના કુંડાં, પાણીવાળી શોભાની વસ્તુઓ, નાળિયેરની કાચલી અને એમાં સચવાયેલુ પાણી, ફેંકી દીધેલી પાણીની બાટલીઓ અથવા બાટલીઓના ઢાંકણમાંનું પાણી વગેરેની તપાસણી કરવામાં આવે છે. મચ્છર દરેક ઉત્પતિ સ્થાનના ઠેકાણે એક સમયે માદા મચ્છર ૧૦૦થી ૧૫૦ ઈંડા મૂકે છે. એક માદા મચ્છરનું આયુષ્ય સરેરાશ ત્રણ અઠવાડિયાનું હોય છે. આ ત્રણ અઠવાડિયાના સમયગાળામાં માદા મચ્છર ઓછામાં ઓછા ચાર વખત સચવાયેલા પાણીમાં ઈંડા મૂકે છે. એટલે કે એક માદા મચ્છરને કારણે લગભગ ૪૦૦થી ૬૦૦ મચ્છર પેદા થાય છે અને મેલેરિયા જેવા રોગોના ફેલાવા માટે કારણભૂત બને છે. આ બાબત ધ્યાનમાં લેતા મચ્છરના ઉત્પતિ સ્થાન શોધવાની કાર્યવાહી કરવામાં 
આવે છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી