તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:કેન્દ્ર દ્વારા બ્લેક ફંગસની દવાની ફાળવણી અતાર્કિકઃ હાઈ કોર્ટ

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહારાષ્ટ્ર સરકારને પૂરતી ફાળવણી કરાઈ નથી

મુંબઈ હાઈ કોર્ટે ગુરુવારે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા મ્યુકરમાયકોસિસ (કાળી ફૂગ)ની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી દવા ‘એમ્ફોટ્રિસિન-બી’ ની ફાળવણી અતાર્કિક લાગે છે. મહારાષ્ટ્રના કેસોની સંખ્યાને જોતાં રાજ્યને આ દવા સપ્લાય કરવામાં આવે છે તે પૂરતી નથી. આ જ મુદ્દે વિવિધ પીઆઈએલની સુનાવણી કરતાં હાઈ કોર્ટની ખંડપીઠે કહ્યું કે કેન્દ્ર દ્વારા દવાની સપ્લાય વધારવાનાં પગલાં લેવાં જોઈએ.ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ જી. એસ. કુલકર્ણીની ખંડપીઠને રાજ્ય સરકાર દ્વારા જાણ કરવામાં આવી હતી કે મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસમાં કાળી ફૂગને કારણે 82 લોકોનાં મોત નીપજ્યાં છે.

ત્યાર બાદ ખંડપીઠે એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણીને એ શોધવા કહ્યું હતું કે, શું દવાના વિલંબના કારણે સંબંધિત લોકોનાં મોત થયાં હતાં. તેમાં મહારાષ્ટ્ર સરકારને મ્યુકરમાયકોસિસના કેસો અને દવાનો ઉપલબ્ધ સ્ટોકનો વાસ્તવિક ડેટા જાળવવા અને કેન્દ્રને આ માહિતી પૂરી પાડવા સૂચના આપવામાં આવી હતી, જેથી સમયસર દવાઓ મળી શકે.કુંભકોણીએ શરૂઆતમાં કોર્ટને જણાવ્યું હતું કે રાજ્યમાં કાળી ફૂગને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા જૂન સુધીમાં 512 હતી, જ્યારે 10 જૂન સુધીમાં આ સંખ્યા વધીને 600 થઈ ગઈ હતી.

કેન્દ્ર સરકારના વકીલ અનિલ સિંહે કહ્યું કે કેન્દ્ર દ્વારા મહારાષ્ટ્રમાં 11 મેથી 9 જૂન દરમિયાન સરેરાશ 4,060 શીશીઓ ફાળવવામાં આવે છે. જોકે ખંડપીઠે નોંધ્યું છે કે દેશમાં કાળી ફૂગના કુલ 23,254 કેસોમાં મહારાષ્ટ્રનો હિસ્સો 25 ટકા છે અને રાજ્યમાં રોગની સારવાર હેઠળના કેસોના પ્રમાણ સાથે દવાઓની ફાળવણી અપૂરતી છે.કોર્ટે કેન્દ્રના એફિડેવિટનો ઉલ્લેખ કર્યો હતો કે દમણ અને દીવમાં કાળી ફૂગના ઉપચારનો કેસ ચાલતો નથી, પરંતુ તેમાં ડ્રગની 500 શીશીઓ મળી આવી છે. ત્રિપુરામાં સારવાર હેઠળનો કેસ છે, પરંતુ તેમાં એક પણ શીશી મળી નથી.

મણિપુર અને નાગાલેન્ડમાં એક-એક કેસ છે અને તેમને ડ્રગની પંચાવન શીશી મળી છે. આ ફાળવણી તાર્કિક હોવાનું જણાતું નથી. શું દવાઓ ખરેખર જરૂરી છે ત્યાં જ મળી રહી છે? વિતરણના માપદંડ શું છે?મહારાષ્ટ્રને ફાળવવામાં આવેલું પ્રમાણ (એમ્ફોટિરિન-બીનું) ખૂબ ઓછું છે. ફાળવણી ગતિશીલ હોવી જોઈએ અને સમગ્ર ભારતમાં આવશ્યક છે. કોઈ પણ દર્દીને દવાની અછતનો સામનો કરવો જોઇએ નહીં. તેમાં કહેવામાં આવ્યું છે કે, જો દેશમાં ઉત્પાદન પૂરતું ન હોય તો સરકારે દવાની આયાત કરવાનો વિચાર કરવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...