ભાસ્કર વિશેષ:પ્રકલ્પોને ગતિ આપવા બે સંગઠનોનું નરેડકો સાથે જોડાણ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એમએમઆરમાં અત્યંત વિશ્વસનીય ડેવલપરોનું શાસન કરતી સંસ્થાનું નિર્માણ

એક નોંધપાત્ર પગલામાં બૃહદમુંબઈ ડેવલપર્સ એસોસિયેશન (બીડીએ) અને સેન્ટ્રલ મુંબઈ ડેવલપર્સ વેલફેર એસોસિયેશન (સીએમડીડબ્લ્યુએ) દ્વારા નરેડકો મહારાષ્ટ્ર સાથે જોડાણ કરવામાં આવ્યું છે. નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (નરેડકો) ભારત સરકારના હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલય (એમઓએચયુએ)ના ઉપક્રમે રચાયેલી સ્વ-નિયામક સંસ્થા છે. તેણે સ્થાપક અને પ્રથમ પ્રમુખ ડો. નિરંજન હિરાનંદાનીની આગેવાની હેઠળ નવેમ્બર 2015માં તેનો રાજ્યનો અધ્યાય શરૂ કર્યો હતો.

નરેડકો- મહારાષ્ટ્રના પ્રમુખ અને રુણવાલ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર સંદીપ રુણવાલે જણાવ્યું હતું કે અમે બે અત્યંત મજબૂત ડેવલપરોનાં સંગઠન બીડીએ અને સીએમડીડબ્લ્યુએનું નરેડકો સંસ્થામાં સ્વાગત કરીએ છીએ. ડેવલપરોમાં નરેડકોની ભારે નામના હોઈ તેની સાથે જોડાણ કરવાનું અમને સન્માનજનક લાગે છે.બીડીએ અને સીએમડીડબ્લ્યુએમાં લગભગ 750 ડેવલપરો સભ્યો છે, જેઓ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન (ડીસીઆર) 33- 7, 33-5 અને 33-9 હેઠળ હાઉસિંગ પ્રોજેક્ટોનો અમલ કરે છે.

આમાં મ્હાડા અને એસ્ટેટ લીઝ હોલ્ડ જમીનો સહિત સેસ અને બિન- સેસ ઈમારતોનો સમાવેશ થાય છે. બે સંગઠનો સાથે જોડાણથી નરેડકો મહારાષ્ટ્રના સભ્યોની સંખ્યા હવે 4000 ડેવલપર સુધી પહોંચશે, જે એમએમઆર પ્રદેશમાં અત્યંત મજબૂત અને વિશ્વસનીય ડેવલપરોનું શાસન કરતી સંસ્થા નિર્માણ કરશે. બીડીએના સ્થાપક અને વાઈસ પ્રેસિડેન્ટ હરીશ કુમાર જૈને જણાવ્યું હતું કે અમે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં અત્યંત ભરોસાપાત્ર સંસ્થા સાથે સહયોગ સાધવાની બેહદ ખુશી છે.

તે જ જોશ અને આત્મવિશ્વાસ સાથે અમે રાજ્યમાં ડેવલપર સંસ્થાઓ અને સંભવિત ઘર ખરીદદારો માટે પણ લાભદાયી સ્થિતિ ઊભી કરતું મંચ નિર્માણ કરીશું એવી ખાતરી છે.સીએમડીડબ્લ્યુના સ્થાપક પ્રમુખ ધર્મેશ છેડાએ દાવો કર્યો હતો કે હેરિટેજની બાબતોમાં જમીનમાલિકો અને ભાડૂતોનાં હિતોનું રક્ષણ કરવા મુંબઈ હાઈ કોર્ટમાંથી વિવિધ નિયંત્રક આદેશો પ્રાપ્ત કરવાનું અને લીઝહોલ્ડ જમીનો પર મુદત અને સુપ્રીમ કોર્ટમાં એલયુસી બાબતોને પડકારવાનું શ્રેય સંગઠનને જાય છે અને હવે નરેડકોના નેજામાં ખાસ કરીને જર્જરિત સેસ ઈમારતોના પુનઃવિકાસ માટે અત્યંત લાભદાયી સ્થિતિ બની રહેશે.

નરેડકોના રાષ્ટ્રીય પ્રમુખ રાજન બાંદેલકરે જણાવ્યું હતું કે નરેડકો અને તેની નવનિયુક્ત સમિતિ સાથે એકત્રિત સંલગ્નિતાથી ભાડૂતી ફ્લેટોના પુનઃવિકાસ પર જીએસટી, જીએસટીમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટ, એમઓએફએ, પર્યાવરણ, મહાપાલિકા, શહેર વિકાસ અને મહેસૂલી વિભાગના મુદ્દાઓને પ્રવાહરેખામાં લાવવા, પ્રીમિયમમાં ઘટાડો જેવા દરેક ડેવલપરોને અસર કરતા મુદ્દાઓ હાથ ધરશે અને નાગરિકો, પ્રશાસન કે સરકાર અને નાના રિડેવલપરો માટે લાભદાયી સ્થિતિ બનાવવા ન્યાયી પદ્ધતિથી તેનો ઉકેલ લાવવામાં મદદ કરશે.

વેપાર વ્યવહારો માટે ધોરણો
નરેડકોએ બધા હિસ્સાધારકોના ક્ષેત્રની કદર કરતાં કાર્યક્ષમ, અસરકારક અને નૈતિક રિયલ એસ્ટેટ વેપાર વ્યવહારો માટે ધોરણો વિકસાવવાની હિમાયત કરવા માર્ગ મોકળો કર્યો છે. તે સલાહકારી અને સલાહસેવા પ્રક્રિયાઓ થકી ઉદ્યોગ અને સરકારની વૃદ્ધિ માટે સુચારુ સક્ષમ વાતાવરણ નિર્માણ કરવા પણ કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...