તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:આદિવાસીઓ માટેની અનુદાન યોજનામાં ભ્રષ્ટાચારનો આરોપ

મુંબઈ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અન્નધાન્ય અને જીવનાવશ્યક વસ્તુઓની ખરીદીમાં મોટાપાયે ગેરરીતિ

રાજ્ય સહકારી આદિવાસી મહામંડળ ખાવટી અનુદાન યોજનામાં 2020-21 વર્ષમાં ગેરરીતિ થઈ છે. આ યોજનામાટેનું અન્નધાન્ય અને જીવનાશ્યક વસ્તુઓ મગાવવા માટે કાઢવામાં આવેલાં ટેન્ડરોની પ્રક્રિયામાં ગેરરીતિ થઈ છે, એમ વિધાન પરિષદમાં વિરોધી પક્ષ નેતા પ્રવીણ દરેકરે જણાવ્યું હતું. તેમણે મુખ્ય મંત્રીને આ અંગે પત્ર લખીને બે મંત્રીઓની સંડોવણી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

આ ટેન્ડર પ્રક્રિયામાં ભારતીય રાષ્ટ્રીય ઉપભોક્તા સહકારી સંઘ મર્યાદિત સંસ્થાને ઈરાદાપૂર્વક અવગણવામં આવી છે. ટેન્ડર 6 નવેમ્બર, 2020ના રોજ કાઢવામાં આવ્યાં હતાં. તેમાં ઉક્ત સંઘે પણ ભાગ લીધો હતો. તેની પ્રી- બિડિંગ બેઠક પણ 17 નવેમ્બરે યોજાઈ હતી. જોકે આ ટેન્ડરમાં નોંધ કરેલા નિયમો અને શરતો સામે અનેકોએ વાંધો ઉઠાવતાં સરકારે સુકાણુ સમિતિ નીમી હતી. આ સમિતિએ ટેન્ડર રદ કરવાની સૂચના સરકારને આપી હતી. આથી ટેન્ડર રજૂ થવાથી આગામી ચાર- પાંચ મહિના તે મંજૂર કરવાની કામગીરી રોકવામાં આવી હતી.

26 એપ્રિલ, 2021ના રોજ આ ટેન્ડર પ્રક્રિયા ફરીથી શરૂ થયા પછી તેમાંથી સંબંધિત સંઘની બાદબાકી કરવામાં આવી હતી. સંઘે ખરીદી માટે રૂ. 1751 માન્ય કર્યા હતા, પરંતુ વાસ્તવમાં આ ટેન્ડર જેને આપવામાં આવ્યા તેણે રૂ. 1983નો દર પ્રસ્તાવિત કર્યો હતો, એમ તેમણે ફરિયાદમાં જણાવ્યું છે.

6 નવેમ્બર, 2020ના કાઢેલાં ટેન્ડર છેક 20 એપ્રિલ, 2021માં મંજૂર થયાં. મંત્રીમંડળના બે મંત્રીઓમાં ટેન્ડરમાં હિસ્સા પરથી ઝઘડા ચાલતા હોવાથી વિલંબ થયો હોવાનો આરોપ પણ તેમણે કર્યો હતો. આ સંબંધે અનેક બાબતોને માન્યતા આપવા માટે દબાણ પણ લાવવામાં આવ્યું. આ સર્વ પ્રકરણની દખલ લઈને સંબંધિત ટેન્ડર અંતિમ કરવાની પ્રક્રિયાને સ્થગિતી આપવી જોઈએ એવી માગણી પણ તેમણે આ સાથે કરી છે. આ જ રીતે સંપૂર્ણ પ્રકરણની તપાસ કરીને દોષીઓ સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો