તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સીએએ કાયદાનો વિરોધ:‘ફ્રી કાશ્મીર’નું પોસ્ટર લહેરાવનાર મહિલા સામે આરોપો પડતા મૂકાયા

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મુંબઈ પોલીસ મુજબ મહેંક મિરઝા પ્રભુ સામેના આરોપોમાં કોઈ દૂષિત હેતુ નથી

મુંબઇ પોલીસે દિલ્હીમાં સીએએ કાયદાનો વિરોધ કરી રહેલાઓ સાથે એકતા દેખાડવા મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં સીએએ વિરોધી પ્રદર્શન વખતે ‘ફ્રી કાશ્મીર’નું પોસ્ટર દર્શાવીને વિરોધ કરનાર મહેંક મિરઝા પ્રભુ સામેના આરોપોને મંગળવારે પડતા મૂક્યા હતા. મહેંક વિરુદ્ધ નોંધાયેલા કેસમાં મુંબઇ પોલીસે સી સમરીના અહેવાલમાં દર્શાવ્યું છે કે, ફરિયાદમાં તેમને કોઈ દૂષિત હેતુ નથી મળ્યો. નોંધનીય છે કે, ભૂલભર્યા તત્ત્વોને આધારે ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હોય અથવા જે ગુનો નોંધવામાં આવ્યો છે તે નાગરી પ્રકારનો હોય ત્યારે પોલીસ ‘સી સમરી’ રિપોર્ટ ફાઇલ કરે છે.

વંચિત લોકો માટે, પોતાને એક ‘વાર્તાકાર’ તરીકે ઓળખાવતી મહેંક મિર્ઝા પ્રભુએ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે યોજાયેલા સીએએ વિરોધી પ્રદર્શનમાં “મુક્ત કાશ્મીર” પોસ્ટર લહેરાવ્યું હતું. આ પોસ્ટરને કારણે ઘણાને શંકા હતી કે તે જેએનયુ હિંસા સામે માત્ર વિદ્યાર્થીઓનો વિરોધ નથી, પરંતુ તેમાં દેશ વિરોધી બળો સામેલ છે. પાકિસ્તાનના ડીજીઆઈએસપીઆર આસિફ ગફૂરે પ્લેકાર્ડ વિશેના અહેવાલને ટાંકીને કહ્યું કે તે ભારત માટે ‘અંતની શરૂઆત’ છે. પોતાના ટ્વીટમાં તેમણે એવો દાવો પણ કર્યો હતો કે કાશ્મીર પાકિસ્તાનનું છે. ભારત વિરોધી એજન્ડાને આગળ ધપાવવા બદલ મહેંક સામે જે આક્રોશ અને નકારાત્મક સંદેશા મૂકવામાં આવ્યા હતા તેના જવાબમાં, મુંબઈ પોલીસે 7 જાન્યુઆરીએ તેની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 153 (બી) હેઠળ એફઆઈઆર દાખલ કરી હતી કે, તેનો દાવો લાંછનરૂપ અને રાષ્ટ્રીય હિત માટે પૂર્વગ્રહયુક્ત છે.

હવે મહેંકને બચાવવા માટે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકાર વહારે આવી છે. રસપ્રદ વાત એ છે કે, એફઆઈઆર નોંધાયા પછી તરત જ મહારાષ્ટ્રની એમવીએ સરકાર મહેંકનો બચાવ કરવા દોડી ગઈ હતી, જ્યારે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું કે “ફ્રી કાશ્મીર”નાં પોસ્ટર લહેરાવવા તે પ્રાથમિક રીતે આરોપીઓના દેશ વિરોધી ઇરાદાઓનું કૃત્ય જણાતું નથી અને કહ્યું હતું કે તે આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆરની સમીક્ષા કરાશે, શિવસેનાના નેતા સંજય રાઉતે નિવેદન આપ્યું છે કે ‘ફ્રી કાશ્મીર’ પોસ્ટરોનો અર્થ ખરેખર ‘ફ્રી કાશ્મીર’ નહોતો અને તેઓ ઇન્ટરનેટ સેવાઓ, મોબાઈલ સર્વિસીસ અને અન્ય મુદ્દાઓ પરના પ્રતિબંધથી માત્ર મુક્તિ ઇચ્છતા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો