રાજકારણ:ફડણવીસ પર આરોપોનાં ગંભીર પરિણામો ભોગવવાં પડશેઃ પાટીલ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતો, મહિલા પર અત્યાચાર જેવા ગંભીર મુદ્દા પર કેમ વાત કરતા નથી

પીડિત ખેડૂતો, મહિલાઓ પર વધી રહેલા અત્યાચારો, એસટી કર્મચારીઓના આંદોલન જેવા ગંભીર મુદ્દાઓ પર વાત કરવા માટે કશું જ ન હોવાથી લોકોનું ધ્યાન અન્યત્ર હટાવવા માટે મહાવિકાસ મોરચા સરકાર દ્વારા કંઇક ઊભું કરવામાં આવે. એ જ રીતે લઘુમતી કલ્યાણ મંત્રી નવાબ મલિક પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે. પરંતુ મલિકે ભૂતપૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસને વિવાદમાં સંડોવવાના ગંભીર પરિણામો ભોગવવા પડશે, એવી ચેતવણી ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે સોમવારે આપી હતી.

મલિક દ્વારા કરવામાં આવેલા આરોપોનો ફડણવીસે વિગતવાર જવાબ આપ્યો છે. પાટીલે કહ્યું કે રાજ્યમાં પૂર આવ્યું. જોરદાર વરસાદ પડ્યો. મરાઠવાડામાં 38 લાખ હેક્ટર પરનો પાક ધોવાઈ ગયો, 11 લાખ હેક્ટર ખેતીની જમીન ધોવાઈ ગઈ. ખેડૂતોને હજુ વળતર આપવું બાકી છે. તેઓને પાક વીમો બાકી છે. વધુ પડતું વરસાદ ન હોવા છતાં પૂરનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી તે તપાસ થવી બાકી છે.

રાજ્ય સરકાર દ્વારા કોરોના માટે જાહેર કરાયેલા જે થોડા પેકેજ છે તે પણ અમલ થયો નથી. એસટી કર્મચારીઓની અઘોષિત હડતાળ ચાલી રહી છે અને 29 કામદારોએ આત્મહત્યા કરી લીધી છે. મહિલાઓ સામેના ગુનાઓમાં સેંકડોમાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...