નિવેદન:દેશમુખ પર આરોપો સાંભળેલી વાતો પર આધારિત: પરમવીર

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વકીલે પંચને કહ્યું કે, જો તેઓ સાક્ષીદાર તરીકે જુબાની આપે તો પણ કોઈ મૂલ્ય નથી

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહના વકીલે જસ્ટિસ ચાંદીવાલ તપાસ પંચને જણાવ્યું હતું કે, તત્કાલીન ગૃહમંત્રી અનિલ દેશમુખ સામેના ભ્રષ્ટાચારના આરોપો પરમવીરે સાંભળેલી વાતો પર આધારિત હતા અને તેથી જો તેઓ સાક્ષીદાર તરીકે જુબાની આપે તો પણ તેનું “કોઈ મૂલ્ય” રહેશે નહીં.

પરમવીરનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ અભિનવ ચંદ્રચુડે દેશમુખ સામે પરમવીરના ભ્રષ્ટાચારના આરોપોની સત્યતાની તપાસ માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા રચવામાં આવેલા ન્યાયમૂર્તિ (નિવૃત્ત) કે યુ ચાંદીવાલના એક સભ્યના પંચ સમક્ષ મંગળવારે આ રજૂઆત કરી હતી.

“પરમવીરને કેટલાક અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી. ચોક્કસ શું થયું તેની તેમની પાસે કોઈ પ્રાથમિક માહિતી નથી. તે અર્થમાં તેમની માહિતી સાંભળેલી છે. જો તેઓ સાક્ષીદારના પાંજરામાં આવીને કહે તો પણ તેમની વાતનું કાયદામાં કોઈ મૂલ્ય નહીં હોત, કારણ કે બીજા કોઈએ તેમને જે કહ્યું તે જ મૂળ વાત છે. આથી તેમને પદભ્રષ્ટ કરવા જેવા કોઈ આરોપ નથી,” એમ ચંદ્રચુડે કહ્યું. તેમણે પુનરુચ્ચાર કર્યો કે પરમવીર સાક્ષીદાર તરીકે તપાસ કરવા માગતા નહોતા પરંતુ પંચને ખાતરી આપી હતી કે તેમના અસીલ આવતા અઠવાડિયે એફિડેવિટ ફાઇલ કરશે અને તેમના પત્રથી તેઓ વિચલિત થશે નહીં. તેમણે પહેલાથી જે કહ્યું છે તેના કરતાં વધુ કશું કહેશે નહીં.

અન્ય સમાચારો પણ છે...