તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:દિવાળી પત્યા પછી તમામ પોલીસ કર્મચારીઓને ફરજ પર બોલાવાશે

મુંબઈ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 55 વર્ષથી વધુ ઉંમરના તેમ જ 52 વર્ષથી વધુ ઉંમરના અન્ય રોગવાળા પોલીસો હજી રજા પર છે

કોરોના વાઈરસનો કહેર અને એમાં પોલીસ દળમાં વધતું સંક્રમણ જોઈને મુંબઈ પોલીસ દળમાં 55 વર્ષથી વધુ ઉંમરના પોલીસોને કામ પર ગેરહાજર રહેવાની આપેલી સવલત હવે દિવાળી પછી બંધ થાય એવી શક્યતા છે. લોકડાઉન હળવો થવાથી થનારી ગિરદી અને કોરોનાગ્રસ્ત થવાથી પોલીસોની ગેરહાજરીને લીધે પોલીસ દળ પર આવતી તાણ જોતા આ પોલીસોને ફરીથી કામ પર હાજર થવા બાબતે ચકાસણી ચાલુ છે. માર્ચમાં લોકડાઉન લાગુ થયા ત્યારથી પોલીસો રાતદિવસ કામ કરે છે. લોકડાઉન સમયગાળામાં નિયમોનો ભંગ કરનારાઓ પર કાર્યવાહી કરવાની જવાબદારી હોવાથી પોલીસોનો નાગરિકો સાથે સીધો સંપર્ક થયો. નાકાબંધી, પેટ્રોલિંગ, બંદોબસ્તના કારણે લોકોની વચ્ચે જવું પડતું હોવાથી આપ્તકાલીન યંત્રણામાં સૌથી વધુ ફટકો પોલીસ દળને પડ્યો.

રાજ્યમાં લગભગ 27,000 કરતા વધુ પોલીસોને કોરોનાનું સંક્રમણ થયું અને 290 પોલીસોના મૃત્યુ થયા. રાજ્યમાં મુંબઈમાં પોલીસ દળમાં રોનાગ્રસ્ત અને મૃત્યુ થયેલા પોલીસોની સંખ્યા વધારે છે. એમાં 55 કરતા વર્ષ કરતા વધુ ઉંમરના તેમ જ ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, હ્રદય અને લોહીની નસો સાથે સંબંધિત રોગો ધરાવતા પોલીસોનો સમાવેશ છે. મૃત્યુદર ઓછો કરવા મુંબઈ પોલીસ દળના 55 વર્ષ કરતા વધુ ઉંમરના તેમ જ 52 વર્ષથી વધુ ઉંમરના અન્ય રોગવાળા પોલીસોને રજા આપવામાં આવી. આ પોલીસો માર્ચથી રજા પર છે. કોરોનાનું સંકટ હજી છે છતાં લોકડાઉન હળવો કર્યો હોવાથી મુંબઈમાં લગભગ તમામ વ્યવહાર શરૂ થઈ ગયા છે.

દિવાળીની ખરીદી માટે બજારોમાં નાગરિકોની ગિરદી થઈ રહી છે. ગુના નિયંત્રણ તથા કાયદો અને સુવ્યવસ્થા જાળવવાનો મોટો પડકાર હોવાથી પોલીસો પર તાણ આવે છે. એમાં કોરોનાનું સંક્રમણ થયેલા ઘણાં પોલીસો હજી ફરજ પર હાજર થયા નથી. તેથી 17 નવેમ્બરથી 55 વર્ષથી વધુ ઉંમરના પોલીસોને ફરીથી ફરજ પર બોલાવવા બાબતે પોલીસ દળમાં હિલચાલ ચાલુ છે. કેટલાક પોલીસ સ્ટેશનમાં ૫૫ વર્ષથી ઉપરના પોલીસો પોતે ફરજ પર હાજર થયા છે. દિવાળી પછી તમામ પોલીસો ફરજ પર દેખાશે એવી માહિતી એક અધિકારીએ આપી હતી.

હળવું કામ આપવામાં આવશે
55 વર્ષથી ઉપરના પોલીસોની મેડિકલ ટેસ્ટ, માનસિક તૈયારી ચકાસવામાં આવશે. આ પોલીસો નાગરિકોના સંપર્કમાં ન આવે અને એમની તબિયત પર અસર ન થાય એવા હળવા કામ તેમને આપવામાં આવશે. 12 કલાક ડ્યુટી આપીને પછીના 48 કલાક રજા આપવામાં આવશે. સશસ્ત્ર દળમાં આ બાબતે તૈયારી ચાલુ છે ત્યરે પોલીસ સ્ટેશનોના સ્તરે પણ રજા પરના પોલીસો સાથે સંપર્ક સાધીને હાલની પરિસ્થિતિમાં તેમની કામ કરવાની માનસિકતા છે કે નહીં એ તપાસવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો