તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક:મુંબઈમાં રહેવા મારે ફક્ત સિદ્ધિવિનાયકના આશીર્વાદની જરૂરઃ કંગના

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શિવસેના સાથે પંગો લેનારી અભિનેત્રી મુંબઈ આવતાં જ સિદ્ધિવિનાયકના દર્શને પહોંચી

અભિનેત્રી કંગના રણોત તેના ભાઈનો લગ્ન સમારોહ પૂરો કરીને મંગળવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી વાય- પ્લસ સિક્યુરિટી હેઠળ મુંબઈમાં આવી પહોંચી હતી. મુંબઈ પહોંચ્યા બાદ કંગના સિદ્ધિવિનાયક મંદિર પહોંચી અને દર્શન કર્યાં હતાં. તેની સાથે તેની બહેન રંગોલી, ભાઇ અને ભાભી હતાં. દરમિયાન આ વખતે કંગનાએ ફરી એક વાર પરોક્ષ રીતે મુંબઈમાં રહેવા માટે મહાવિકાસ આઘાડી સરકાર પર નિશાન સાધ્યું હતું. દરમિયાન મુંબઈ પોલીસે કંગના વિરુદ્ધ 2 જુદા જુદા કેસ નોંધ્યા છે, જેમાં પોતાનું નિવેદન નોંધવા માટે તેને બાંદરા પોલીસ સ્ટેશને હાજર થવાનું છે.

રણોતે સિદ્ધિવિનાયક મંદિરનાં દર્શન કર્યા પછી બહાર આવીને જય મહારાષ્ટ્રની ઘોષણા કરી હતી. આ પછી જણાવ્યું કે મને મુંબઇમાં રહેવા માટે કોઈની પરવાનગીની જરૂર નથી. હા, આ માટે ભગવાન ગણેશના આશીર્વાદ અને પરવાનગીની જરૂર છે, તે મળી છે.

રણોત દ્વારા મુંબઇને પીઓકે સાથે સરખાવ્યા પછી શિવસેનાના સાંસદ સંજય રાઉત સાથે શાબ્દિક ચકમક અને મહાપાલિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ કંગના ઘણા દિવસો પછી ફરી એક વાર મુંબઈ આવી હતી. કંગનાએ સિદ્ધિવિનાયક મંદિરની બહારના ફોટો ટ્વિટર પર શેર કર્યા હતા. તેમાં તે કહે છે, મારા પ્રિય શહેર મુંબઈની તરફેણમાં બોલી તેની સામે મને અમુક લોકો પાસેથી વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આજે મેં મુંબાદેવી અને સિદ્ધિવિનાયક મંદિરમાં જઇને આશીર્વાદ લીધા. મને સલામત લાગી રહ્યું છે, પ્રેમ અને આવકાર પણ મળ્યો છે. જય હિંદ, જય મહારાષ્ટ્ર.કંગના છેલ્લા કેટલાક દિવસથી હિમાચલમાં તેના પરિવાર સાથે સમય વિતાવી રહી હતી. તાજેતરમાં વિવાદ પછી કંગના વાય-પ્લસ સુરક્ષા સાથે મુંબઇ આવીને તેના તોડકામ કરાયેલા ઘર અને ઓફિસે પહોંચી હતી. ઠાકરે સરકાર સાથેના વિવાદ બાદ કંગનાને આપવામાં આવેલી વાય-પ્લસ સુરક્ષા હજુ યથાવત્ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો