તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એશિયાની સૌથી મોટી અને એક નાના રાજ્ય જેટલું બજેટ ધરાવતી હોવાનું માનવામાં આવે છે તે મુંબઈ મહાપાલિકાનું 2021-22ના આર્થિક વર્ષનું બજેટ બુધવારે રજૂ કરવામાં આવશે. દોઢ કરોડથી વધુની વસતિ ધરાવતા મુંબઈ શહેરના બજેટ પર સૌનું જ ધ્યાન મંડાયેલું છે. ખાસ કરીને કોરોનાના સંકટને લઈને મહાપાલિકા બજેટમાં આરોગ્ય સુવિધાઓ માટે જોગવાઈ વધારશે એવી શક્યતા છે. ગયા વર્ષે રૂ. 33,441 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
ખાસ કરીને આગામી વર્ષે ફેબ્રુઆરીમાં મહાપાલિકાની ચૂંટણી આવી રહી છે, જેથી મુંબઈગરાને નારાજ નહીં કરવાનો પણ પ્રશાસન અને સત્તાધારીઓ સામે મોટો પડકાર છે.એશિયા ખંડમાં સૌથી શ્રીમંત મહાપાલિકા તરીકે ઓળખાતી મુંબઈ મહાપાલિકાની કમર કોરોનાના સંકટને લીધે ભાંગી પડી છે. નવેમ્બર સુધી મહાપાલિકાની આવકમાં 50 ટકા ઘટાડો થયો છે. સંકટકાળમાં સૌથી વધુ ખર્ચ આરોગ્ય સુવિધાઓ પર કર્યો છે. આ સાથે આર્થિક મંદીએ ગત એક વર્ષમાં ભીંસમાં આવી હોવાથી નાણાંને અભાવે કોઈ પણ મોટા પ્રકલ્પો હાથમાં લીધા નથી.
ગત આખું વર્ષ કોરોનાના સંકટ સાથે લડવામાં વીતી ગયું. 2020-21ના બજેટમાં કરેલી જોગવાઈઓની તુલનામાં હમણાં સુધી 25-30 ટકા મહેસૂલી આવક તિજોરીમાં જમા થઈ છે. એકંદરે આ વખતે તિજોરીમાં ઓછી આવક અને ખર્ચ વધુ એવી પરિસ્થિતિ છે. આથી નવા વર્ષમાં મુંબઈગરા પર વધારાના કરના બોજ લાદશે કે પછી કર વધારો ટાળશે તેની પર સૌની મીટ મંડાયેલી છે.
માલમતા કરમાં વધારો થશે?- બાંધકામ ક્ષેત્રમાં મંદીને લીધે બિલ્ડરો પાસેથી આવતા ડેવલપમેન્ટ ચાર્જમાં મોટો ઘટાડો થયો છે. માલમતા કર વસૂલી પણ મોટે પાયે ઓછી થઈ છે. આથી માલમતા કર વધારશે કે પછી યથાવત રાખશે તેની પર સૌની મીટ મંડાયેલી રહેશે. દર વર્ષે માલમતા કરમાં આશરે 8-10 ટકા વધારો કરવામાં આવે છે. આથી આ વર્ષે પણ વધારો કરાશે કે કેમ તે જોવું રહ્યું.
બેસ્ટને આર્થિક મદદ
રેલવે પછી મુંબઈની બીજી જીવાદોરી માનવામાં આવતી બેસ્ટને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે મહાપાલિકાએ હમણાં સુધી રૂ. 2500 કરોડની મદદ કરી છે. ગયા વર્ષે રૂ. 1500 કરોડની મદદ કરી હતી. આથી આ વર્ષે પણ આર્થિક બળ અપાય એવી શક્યતા છે.
વિકાસકામોનું શું થશે
આર્થિક મંદી અને પૈસાને અભાવે કોઈ પણ મોટા પ્રોજેક્ટ હાથમાં લીધા નથી. કોસ્ટલ રોડ, ગોરેગાવ- મુલુંડ લિંક રોડ, મલનિઃસારણ પ્રકલ્પ માટે ભંડોળ અનામત રાખ્યું છે. આથી આ વખતે વિકાસકામો માટે શું જોગવાઈ કરાય તે જોવાનું મહત્ત્વપૂર્ણ રહેશે. પૂરમુક્તિ માટે ભૂમિગત ટાંકીઓ, માહુલ અને મોગરા નવાં પમ્પિંગ સ્ટેશનો, મીઠી નદી સુશોભિકરણ, તેમાં બોટિંગની સુવિધા, નદીઓનું પુનર્જીવન માટે મોટી જોગવાઈ કરવામાં આવે તેવી શક્યતા છે.
આરોગ્ય સેવા-સુવિધા પર ભાર
કોરોનાને લીધે આરોગ્ય સુવિધાઓ પર સૌથી વધુ ખર્ચ થયો છે. આથી આ વખતે બજેટમાં આરોગ્ય સેવા- સુવિધાઓ માટે અમુક નવી યોજનાઓ શરૂ કરવામાં આવે એવી શક્યતા છે. 2021-22ના બજેટમાં આરોગ્ય સુવિધા માટે ગત વર્ષની તુલનામાં 3 ટકા વધારો કર્યો હતો. 2019-20માં આરોગ્ય સુવિધાઓ માટે રૂ. 4151 કરોડની જોગવાઈ કરી હતી, જ્યારે આ વખતે રૂ. 4260 કરોડ સુધી આ રકમ વધારી છે. કોરોનાનો સામનો કરવા માટે રૂ. 1600 કરોડ ખર્ચ હમણાં સુધી થયા છે. આથી આરોગ્ય ક્ષેત્ર માટે મોટી ઘોષણા કરવાની શક્યતા છે. એકંદરે આરોગ્ય સેવાઓની જોગવાઈમાં 10 ટકા વધારો થવાની ધારણા છે.
પ્રશાસન સામે આ પ્રકારના પડકારો છે
કોવિડની પાર્શ્વભૂમિમાં આગામી સમયમાં ચેપી બીમારીઓ માટે વિશેષ હોસ્પિટલો ઊભી કરવી પડશે. મહાપાલિકાનાં દવાખાનાં સાંજના સમયે પણ ચાલુ રાખવા પડશે. અતિવૃષ્ટિમાં વરસાદનું પાણી જમા કરવા ભૂમિગત ટાંકીઓ, નદીઓનું સુશોભિકરણ, મીઠી નદીમાં બોટિંગ, સમુદ્રનું પાણી મીઠું કરવાના પ્રકલ્પ માટે જોગવાઈ, સીબીએસઈ, આઈસીએસઈ બોર્ડની નવી શાળા શરૂ કરવી, સ્વચ્છ, સુંદર મુંબઈ માટે કચરાનો નિકાલ કરતો પ્રકલ્પ, કચરામાંથી વીજ બનાવવાનો પ્રકલ્પ, પર્યટનને ગતિ આપવા માટે યોજના, પર્યાવરણ સંવર્ધન ઉપક્રમ, આવક વધારવા માટે બોન્ડ બહાર પાડવા, પુલોનું મજબૂતીકરણ, નવા પુલો માટે ભંડોળ, સીસીટીવી કેમેરા વધારવા જેવા અનેક પડકારો છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.