અંતિમ નિર્ણય:રાજ્યમાં બારમાની પરીક્ષા રદ કરવા મંત્રીમંડળની મિટિંગમાં બધા એકમત

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રસ્તાવ રાજ્ય સરકારના આપત્તિ વ્યવસ્થાપન વિભાગ પાસે મોકલ્યા પછી અંતિમ નિર્ણય

રાજ્યમાં બારમાની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બુધવારે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં રાજ્ય મંત્રીમંડળમાં બારમાની પરીક્ષા રદ કરવા પર એકમત સધાયો હતો. મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળ તરફથી લેવામાં આવતી માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર (ધોરણ 19)ની આ વખતની પરીક્ષા આ પૂર્વે જ રદ કરવામાં આવી છે. આ પછી હવે હાયર સેકંડરી સર્ટિફિકેટ (ધોરણ 12)ની આ વખતની પરીક્ષા રદ કરવા પર મંત્રીમંડળની બેઠકમાં એકમત સધાયોછે.

શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે જણાવ્યું કે વિદ્યાર્થીઓનું આરોગ્ય મહત્ત્વપૂર્ણ છે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ જ મુદ્દો ધ્યાનમાં લઈને બારમાની પરીક્ષા રદ કરવા પર એકમત સધાયો હતો. આ સંબંધનો પ્રસ્તાવ હવે રાજ્ય સરકારના આપત્તિ વ્યવસ્થાપન વિભાગ પાસે મોકલવામાં આવશે અને તે પછી અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવશે.

કોવિડથી અનાથ બાળકોને આધાર : કોવિડને લીધે માતા- પિતાનું છત્ર ગુમાવવાથી અનાથ થયેલા બાળકોને આધાર આપવા માટે તેમને નામે એકરકમી રૂ. 5 લાખની ફિક્સ્ડ ડિપોઝિટ રાખવાનો, બાળક સક્ષમ થાય ત્યાં સુધી તેના ઉછેરનો ખર્ચ ઉપાડવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય પણ બુધવારની મંત્રીમંડળની બેઠકમાં લેવાયો હતો.

1 માર્ચ, 2020 પછી કોરોનાથી માતા અને પિતા મૃત્યુ પામ્યાં હોય અથવા એક વાલીનું કોવિડથી અને અન્ય વાલીનું અન્ય કારણસર મૃત્યુ થયું હોય અથવા એક વાલીનું 1 માર્ચ પૂર્વે મૃત્યુ થયું હોય અને તે પછી એક વાલીનું કોવિડથી મૃત્યુ થયું હોય તેવા 0-18 વયવર્ષના બાળકોનો આ યોજનામાં સમાવેશ થશે. કેન્દ્રની પીએમ કેર યોજનામાંથી પણ આવી જ યોજનાનો અમલ કરાઈ રહ્યો છે, પરંતુ તે ઉપરાંતની યોજના તરીકે મહારાષ્ટ્ર સરકાર આ યોજનાનો અમલ કરશે.

ટૂંક સમયમાં જ નિર્ણયની ઘોષણા
રાજ્યમાં કોરોનાને લીધે બારમાની પરીક્ષણ રદ કરવા પર મંત્રીમંડળની બેઠકમાં ચર્ચાથઈ હતી. મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં સીબીએસઈ બોર્ડની પરીક્ષા રદ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી હવે મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓમાં પણ બારમાની બોર્ડની પરીક્ષા રદ કરવા પર એકમતી સધાઈ હોઈ ટૂંક સમયમાં જ અંતિમ નિર્ણયજાહેર કરાશે.

અન્ય સમાચારો પણ છે...