તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • All 9 Suppliers Of Vaccines Are Ineligible Due To Lack Of Documents, Still Have To Wait For The Supply Of Vaccines.

ગ્લોબલ ટેન્ડરનું સુરસુરિય:દસ્તાવેજોને અભાવે રસીના તમામ 9 પુરવઠાદાર અપાત્ર, રસીના પુરવઠા માટે હજુ વાટ જોવી પડશે

મુંબઇ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહાપાલિકાએ હવે સ્પુટનિક રસીના વિતરક સાથે વાટાઘાટ શરૂ કરી

રસીની અછત સર્જાતાં મહાપાલિકા દ્વારા વાજતેગાજતે ગ્લોબલ ટેન્ડર ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં, પરંતુ તેનું સુરસુરિયું થઈ ગયું છે. ટેન્ડર જારી કર્યા પછી એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટમાં પ્રતિસાદ આપનારી નવેનસર સંભવિત રસીની પુરવઠાદારો પૂરતા દસ્તાવેજોને અભાવે અપાત્ર નીવડી છે. આથી મહાપાલિકાએ હવે રશિયન રસી સ્પુટનિકના વિતરક સાથે વાટાઘાટ શરૂ કરી છે, જેને કારણે રસીની પ્રાપ્તિમાં વધુ વિલંબ થવાની શક્યતા છે.

મહાપાલિકા દ્વારા રશિયન રસી સ્પુટનિકની વિતરક ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ સાથે ચર્ચા શરૂ કરી છે. વિતરકે પ્રાયોગિક ધોરણે અમુક પ્રમાણમાં રસીનો જથ્થો આપવાની તૈયારી દર્શાવી છે. 12 મે, 2021ના રોજ ટેન્ડર જારી કરવામાં આવ્યાં હતાં. તેમાં નબળો પ્રતિસાદ મળતાં 25 મે, 2021 અને 1 જૂન, 2021 સુધી એમ બે વાર મુદતવધારો આપવામાં આવ્યો હતો.

ખાસ કરીને રસી પુરવઠો કરવા ઈચ્છુક પુરવઠાદાર અને પ્રત્યક્ષ રસી ઉત્પાદન કરતી કંપની વચ્ચે વ્યાવસાયિક સંબંધની તપાસ કરવાનું અત્યંત જરૂરી હતું, જેથી નિશ્ચિત મુદતમાં અને સરળતાથી રસીનો પુરવઠો થાય. આ સાથે ચોક્કસ કેટલા દિવસમાં રસીનો પુરવઠો કરાશે, કેટલી સંખ્યામાં કરાશે, રસીના દર સહિતનો અભ્યાસ કરીને મહાપાલિકા પ્રશાસન ફોલો-અપ લેતું હતું.અંતિમ મુદત પછી 9 પુરવઠાદાર આગળ આવ્યા, પરંતુ તેમના દસ્તાવેજો પૂરતા નહોતા. આથી તેમને અપાત્ર ઠરાવવામાં આવ્યા છે, એમ મહાપાલિકાના પ્રોજેક્ટ વિભાગના એડિશનલ કમિશનર પી વેલરાસૂએ જણાવ્યું હતું.

જૂન આખર સુધી રસી મળી શકે
દરમિયાન સ્પુટનિક રસી જૂન 2021ના અંત સુધી આપવાની કંપનીએ તૈયારી બતાવી છે. સ્પુટનિક રસીને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવાના માપદંડ અલગ છે. આથી તે જથ્થો મળ્યા પછી સંગ્રહ કરવા અંગેની તપાસ ચાલુ છે. જુલાઈ અને ઓગસ્ટ 2021માં સ્પુટનિક રસી મોટે પાયે પુરવઠો કરવા બાબતે કંપનીને જણાવવામાં આવ્યું છે. આને લઈ આગામી આઠ-દસ દિવસમાં કંપની સાથે ચર્ચા કરાશે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...