• Gujarati News
  • Local
  • Mumbai
  • Akshay Tritiya Hopes For Growth In Property Sales, Gold And Vehicle Purchases Likely To Be Massive

વેપાર જગતમાં આશા:અક્ષયતૃતીયાએ મિલકતોના વેચાણમાં વૃદ્ધિ થવાની આશા, સોનું અને વાહનોની ખરીદી પણ મોટે પાયે થવાની શક્યતા

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનનાં નિયંત્રણો સંપૂર્ણ ખૂલી જવાથી મંગળવારે અક્ષયતૃતીયાના મુહૂર્ત પર મિલકત, સોનું, વાહનોના વેચાણમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની વેપાર જગત આશા સેવી રહ્યું છે. ગ્રાહકોમાં ખુશીનો માહોલ જોતાં આકર્ષક યોજનાઓ, ઓફરો, ડિસ્કાઉન્ટની ઓફરો કરવામાં આવી રહી છે. ખાસ કરીને મિલકતોની ખરીદીમાંભારે ઉછાળો જોવા મળી શકે છે.

સરકારનાં ધોરણો, હોમ લોનના ઓછા વ્યાજ દરો, ઘરેલુ બચતો વગેરેને લીધે મિલકતોમાં વધારો થવાની આશા સેવાઈ રહી છે. દર વર્ષે અક્ષયતૃતીયાના મુહૂર્તે જબરદસ્ત ખરીદી નીકળે છે, પરંતુ છેલ્લાં બે વર્ષથી લોકડાઉનનાં નિયંત્રણોને લીધે સેન્ટિમેન્ટ સુસ્ત હતું, જેની ભરપાઈ આ વખતે થઈ શકે છે, એમ નિષ્ણાતો માની રહ્યા છે.

આ સમયગાળામાં મોટે પાયે ખરીદી નીકળવાની આશા છે. મિલકતોમાં રોકાણ સમૃદ્ધિ, ભાગ્ય અને ખુશી લાવે છે એવું લોકો માને છે, એમ ધ વાધવા ગ્રુપના એમડી નવીન માખીજાએ જણાવ્યું હતું. તહેવારોમાં રોકાણો સાથે જોડાયેલી ભાવનાઓથી ડેવલપરો સારી રીતે વાકેફ છે.ગુડીપડવામાં ખરીદીમાં જોરદાર વધારો થયો હતો, જે પરથી અક્ષયતૃતીયામાં પણ માહોલ હકારાત્મક રહેવાની આશા છે.

ખાસ કરીને વિશેષ કિંમતો, શૂન્ય સ્ટેમ્પ ડ્યુટી, સ્પોટ ઓફરો જેવાં આકર્ષણો રજૂ કરવામાં આવ્યાં છે, એમ રુણવાલ ગ્રુપના ઈડી રજત રસ્તોગીએ જણાવ્યું હતું. મિલકતની લેણદેણ કે કબજો લેવો અથવા ગૃહપ્રવેશ માટે આ દિવસ ઉત્તમ હોય છે એવું માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...