તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:બદનક્ષીના કેસ અંગેની કંગનાની અરજી રદ કરવા અખ્તરની વિનંતી, હાઈકોર્ટમાં 18 ઓગસ્ટે સુનાવણી થશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મારી બદનામી કર્યાના આરોપ વિશે અભિનેત્રી કંગના રણોત વિરુદ્ધ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલતી કાયદેસર કાર્યવાહી યોગ્ય છે. આથી તેને પડકારતી કંગનાની અરજી ફગાવી દેવાની વિનંતી વરિષ્ઠ ગીતકાર જાવેદ અખ્તરે મુંબઈ હાઈ કોર્ટમાં કરી છે.અંધેરી કોર્ટે કાયદેસર પ્રક્રિયાનું પાલન કરીને જ બદનામી સંબંધી પ્રકરણની ફોજદારી સ્વરૂપની કાર્યવાહી શરૂ કરી છે. આથી કંગનાની અરજીમાં તથ્ય નથી, એવો દાવો અખ્તરે કંગનાની અરજીની સામે સોમવારે એફિડેવિટમાં કર્યો છે.

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ પછી એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં કંગનાએ મારી વિરુદ્ધ પાયાવિહોણા આરોપ કરીને મારી નાહક બદનામી કરી છે એવી ફરિયાદ અખ્તરે એડ. જય ભારદ્વાજ થકી અંધેરી કોર્ટમાં કરી છે. આ સંબંધે પોલીસને તપાસ કરીને અહેવાલ આપવાનો આદેશ કોર્ટે આપ્યો છે. આ મુજબ જુહુ પોલીસે અહેવાલ સુપરત કર્યા પછી મેજિસ્ટ્રેટ એ એ ખાને કંગના વિરુદ્ધ સમન્સ જારી કર્યા હતા. આમ છતાં તે કોર્ટમાં હાજર નહીં રહેવાથી મેજિસ્ટ્રેટે તેની વિરુદ્ધ 1 માર્ચે જામીનપાત્ર વોરન્ટ જારી કર્યા હતા.

તે સામે કંગનાએ દિંડોશી સેશન્સ કોર્ટમાં ફેરવિચાર અરજી કરી હતી. મેજિસ્ટ્રેટે ફોજદારી દંડ સંહિતાની કલમ 200 અન્વયે સાક્ષીદારોના શપથ પર તપાસ કરવાનું આવશ્યક છે. જોકે પોલીસે ફક્ત સાક્ષીદારોના જવાબ સહી સાથે લીધા અને તેની પર આધાર રાખીને કોર્ટે કાયદેસર કાર્યવાહી કરી, જે ગેરકાયદે છે, એવો દાવો કંગનાએ અરજીમાં કર્યો છે. જોકે સેશન્સ કોર્ટે સુનાવણીને અંતે 5 એપ્રિલે અરજી ફગાવી દીધી હતી. આથી હવે કંગનાએ તે જ કાયદેસર મુદ્દા પર હાઈ કોર્ટમાં અરજી કરી છે, જેની આગામી સુનાવણી 18 ઓગસ્ટે થવાની શક્યતા છે.

જાવેદ અખ્તરની દલીલ
મેજિસ્ટ્રેટે મારી ફરિયાદ અને મેં શપથ પર આપેલા જવાબનો યોગ્ય વિચાર કર્યો છે. ફોજદારી દંડ સંહિતામાં મેજિસ્ટ્રેટને સ્વતંત્ર રીતે સાક્ષીદારોની તપાસ કરવાની જોગવાઈ હોવા છતાં આવું કરવાનું ફરજિયાત નથી. કંગનાની 19 જુલાઈ, 2020ના રોજ પ્રસારિત મુલાકાતનું ફૂટેજ જોઈને અને મારા અને અન્ય સાક્ષીદારોના જવાબની ઊંડાણથી તપાસ કર્યા પછી જ તે કોર્ટે કંગના વિરુદ્ધ પ્રોસેસ જારી કરવાનો આદેશ આપ્યો હતો. કંગનાએ પોલીસને તપાસમાં ક્યારેય સહયોગ આપ્યો નથી. પોલીસે તપાસ માટે બજાવેલા સમન્સને તેણે દાદ આપી નહીં અને કોર્ટની કાયદેસર કાર્યવાહી હોવા છતાં તેણે સોશિયલ મિડિયા પર બદનામીકારક વિધાન કરવાનું ચાલુ જ રાખ્યું, એવી દલીલ અખ્તર વતી એફિડેવિટમાં કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...