અરજી:RSS વિરુદ્ધ ટિપ્પણી અંગેનો કેસ રદ્દ કરવા અખતરની અરજી

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલીબાન સાથે તુલના કરતાં બદનક્ષીનો કેસ કરાયો હતો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની તુલના આતંકવાદી સમૂહ તાલીબાન સાથે કરતાં થાણે જિલ્લામાં કરવામાં આવેલા બદનક્ષીના કેસને રદ કરવા માટે ગીતકાર જાવેદ અખ્તરે સોમવારે અરજી કરી હતી. આ કેસ ઉત્તેજક અને પાત્રહીન છે. તે મને ભયભીત કરવા અને ત્રાસ આપવા માટે કરવામાં આવી છે. મારી કથિત બદનક્ષીભરી ટિપ્પણીઓ આરએસએસ કે તેના મોજૂદ સભ્યો પ્રત્યે વિશિષ્ટ નહોતી, એમ 76 વર્ષીય ગીતકારે જણાવ્યું છે.

એડવોકેટ જય ભારદ્વાજ થકી અખ્તરે કરેલી અરજીમાં એવો અનુરોધ કરવામાં આવ્યો છે કે આરએસએસના કાર્યકર વિવેક ચાંપાનેરકર દાખલ કરેલો આ કેસ રદ કરવો જોઈએ, કારણ કે અરજદારનો કોર્ટમાં હાજર થવાનો અને અરજી કરવા કૃતિનું કારણ ધરાવતો નથી. ચાંપાનેરકરે પોતાને માટે કોઈ હાનિ માટે માગણી કરી નથી, પરંતુ આરએસએસ માટે રાહત માગી છે.

વર્તમાન કેસમાં જો પ્રતિવાદી (અખ્તર) ભયભીય થાય, તેમને કાનૂની ખર્ચ થાય અથવા તેમને ત્રાસ થાય અને ટીકા કરવાનું છોડી દે તે હાંસલ કરવાનું લક્ષ્ય છે, એમ અરજદારે જણાવ્યું છે.રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદે વધુમાં જણાવ્યું છે કે બદનક્ષીનો કેસ તેજ વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી શકે, જેની બદનક્ષી થઈ હોય. એકંદરે અત્યંત આદરપૂર્વક અમે જણાવીએ છીએ કે અખ્તર દ્વારા કરવામાં આવેલી કથિત બદનક્ષીભરી ટિપ્પણીઓ આરએસએસ કે આરએસએસના મોજૂદ સભ્યો પ્રત્યે વિશિષ્ટ નથી, એમ અરજીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...