ITની રેડ:અજિત પવારના પુત્ર-બહેનોની ઓફિસ, ફેક્ટરીઓ પર ITની રેડ

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પવારના નિકટવર્તી સહયોગીઓની શુગર ફેક્ટરીઓ અને ઘરો પર દરોડા

ઉપ મુખ્ય મંત્રી અને રાષ્ટ્રવાદીના નેતા અજિત પવાર સાથે સંકળાયેલી કંપનીઓ પર ઈન્કમટેક્સ (આઈટી) વિભાગ દ્વારા ગુરુવારે અચાનક સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા. પવારની ત્રણ બહેનો અને પુત્ર પાર્થ પવારની ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ઉપરાંત પવારના નિકટવર્તી સહયોગીઓની શુગર ફેક્ટરીઓ અને ઘરો પર પણ આઈટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

પાર્થ પવાર, શિવાલિક ગ્રુપ, ચોરડિયા ગ્રુપની ઓફિસ, અજિત પવારની બહેનનાં ઘરે, ડીબી રિયાલ્ટીની ઓફિસ, વિવેક જાધવના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા. પુણે જિલ્લાની દૌંડ શુગર્સ, અહમદનગરની અંબાલિકા શુગર્સ, સાતારા જિલ્લાની જરંદેશ્વર શુગર અને નંદુરબારની પુષ્પદંતેશ્વર શુગર ફેક્ટરી પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. બારામતી એમઆઈડીસીની એક કંપની સાથે કટેવાડીની એક મોટી હસ્તીના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

અજિત પવારે આઈટીના દરોડા પાડવામાં આવ્યા તેને સમર્થન આપવામાં આવ્યું હતું. આઈટી કોઈની પર પણ દરોડા પાડી શકે છે. શંકા હોવા પર દરોડા પાડી શકે છે. મારી સાથે જોડાયેલી કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. જોકે હું નિયમિત રીતે કર ચૂકવું છું. નાણાં મંત્રીના રૂપમાં મને નાણાકીય શિસ્ત કઈ રીતે પાળવી જોઈએ તેની સારી રીતે જાણ છે. મારી કંપનીઓ સમયસર કરની ચુકવણી કરે છે.

અજિત પવારનું સમર્થન
અજિત પવારે દરોડા પાડવામાં આવ્યા તેને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે અન્ય કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા તે વિશે મને કશું કહેવું નથી. તેમને યોગ્ય જણાશે તે તેઓ કરી શકે છે, પરંતુ જેમનો કોઈ સંબંધ નથી તેમની પર દરોડા પાડવામાં આવ્યા તે અયોગ્ય છે. અનેક સરકાર આવે અને જાય છે. અંતે જનતા સર્વસ્વ છે. જનતા યોગ્ય નિર્ણય લે છે.

ગત ચૂંટણી પૂર્વે શરદ પવારને બેન્ક સાથે સંબંધ નહીં હોવા છતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા નોટિસો કાઢવામાં આવી હતી. તેમાંથી રામાયણ કહો કે રાજકારણ ઘડાયું હતું. અને જનતાએ બોઘ લીધો એવું સૂચક વિધાન પણ તેમણે કર્યું હતું.

દરોડા પાડવા આઈટીનો પ્રશ્ન
કોની પર દરોડા પાડવા તે આઈટીનો પ્રશ્ન છે. તેમને શંકા આવી તેથી દરોડા પાડ્યા. મારી સાથે સંબંધિત કંપનીઓ પર દરોડા પાડ્યા. અમે દર વર્ષે કર ભરીએ છીએ, કારણ કે હું પોતે નાણાં મંત્રી છું. આર્થિક શિસ્ત કઈ રીતે લગાવવી, કર ભરવો જ જોઈએ તે હું સારી રીતે જાણું છું. મારી સંબંધિત બધી કંપનીઓ કર બરોબર, સમયસર ભરે છે. તેમાં કોઈ અડચણ નથી. આ રાજકીય હેતુથી દરોડા પાડ્યા કે આઈટીને વધુ કોઈ માહિતી જોઈએ છે તે આઈટી વિભાગ જ કહી શકશે.

મારી બહેન પર શા માટે દરોડા
મારી સંબંધિત કંપનીઓ પર દરોડા પાડ્યા તેની પર મારું કશું કહેવું નથી, કારણ કે હું એક નાગરિક છું. જોકે એક બાબતનું દુઃખ છે કે મારી બહેનોનાં ૪૦ વર્ષ પૂર્વે લગ્ન થયાં છે. તેઓ સુખચેનથી સંસાર કરી રહી છે. તેમને પૌત્રો છે. એક બહેન કોલ્હાપુરમાં અને બે પુણેમાં છે. તેમની પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. આની પાછળનું કારણ સમજી શકાયું નથી, એવી શંકા પણ તેમણે વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...