તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય રદ:અજિત પવારનો સોશિયલ મિડિયા પર રૂ. 6 કરોડનો ખર્ચ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમેરથી ટીકાઓ શરૂ થતાં નિર્ણય રદ કરવાનો પવારે નિર્દેશ આપ્યો

કોરોનાના સંકટને લીધે રાજ્ય આર્થિક સંકટમાં છે ત્યારે બીજી બાજુ ઠાકરે સરકારે રાજ્યના ઉપ મુખ્ય મંત્રી અજિત પવારના સોશિયલ મિડિયા પર રૂ. 6 કરોડનો ખર્ચ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયની સર્વ સ્તરેથી ટીકાઓ શરૂ થતાં ઉપ મુખ્ય મંત્રી કાર્યાલયનું સોશિયલ મિડિયા સંભાળતી બહારી યંત્રણા નિયુક્ત કરવાની બિલકુલ જરૂર નથી એવું કારણ આપીને સરકારી નિર્ણય તુરંત રદ કરવાનો નિર્દેશ પવારે ગુરુવારે આપ્યો હતો.ઉપ મુખ્ય મંત્રી અજિત પવાર જે નિર્ણયો લે છે તેની માહિતી જનતાને મળે તે માટે ટ્વીટર, ફેસબુક, બ્લોગર, યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ બુલેટિન, ટેલિગ્રામ અને એસએમએસ સહિત સોશિયલ મિડિયાથકી પ્રસિદ્ધ કરવા માટે પવારના સોશિયલ મિડિયાની જવાબદારી બહારની કંપની પર લાદવાનો સરકારી નિર્ણય જારી કરવામાં આવ્યો હતો.

આ માટે રૂ. 6 કરોડ ખર્ચ કરવામાં આવવાના હતા.આ માહિતી પ્રસિદ્ધ થતાં જ આ નિર્ણય પર સર્વ સ્તરેથી નારાજી વ્યક્ત કરવામાં આવી રહી હતી. રાજ્યમાં કોરોનાનું મોટું સંકટ છે ત્યારે પવાર સોશિયલ મિડિયા માટે રૂ. 6 કરોડનું આંધણ શા માટે કરે છે એવો પ્રશ્ન પૂછવામાં આવતો હતો. આથી વિવાદ વધુ ચગે તે પૂર્વે પવારે તુરંત આ નિર્ણય રદ કર્યો હતો. આવી યંત્રણા નિયુક્ત કરવાની બિલકુલ જરૂર નથી, એમ તેમણે જણાવ્યું હતું

ઉપલબ્ધ વ્યવસ્થાથી કામ ચલાવાશે : પવારે જણાવ્યું કે માહિતી અને જનસંપર્ક મહાસંચાલનાલયના માધ્યમથી સરકારી જનસંપર્કની જવાબદારી પાર પાડવાનું શક્ય હોવા છતાં ઉપ મુખ્ય મંત્રી કાર્યાલયની સોશિયલ મિડિયાની જવાબદારી બહારી યંત્રણાને સોંપવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. હાલની સ્થિતિમાં ઉપલબ્ધ જનસંપર્ક વ્યવસ્થા દ્વારા જ હવે પછી પણ નાગરિકો સાથે, પ્રસિદ્ધિ માધ્યમ સાથે સંવાદ રાખવામાં આવશે. નોંધનીય છે કે સરકારી નિર્ણય બુધવારે જારી કરાયો હતો. પવાર બિનજરૂરી પ્રસિદ્ધિથી દૂર રહેતા હોવાથી આ પ્રકારના સરકારી નિર્ણય વિશે આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...