તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:અજિત પવાર - અનિલ પરબ સામે CBI તપાસની ભાજપની માગણી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપની રાજ્ય કાર્યકારિણીની બેઠકમાં પ્રસ્તાવ મંજૂર કરવામાં અવ્યો

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહના લેટરબોમ્બને લીધે માર્ચ મહિનામાં મહારાષ્ટ્ર ખળભળાટ મચી ગયો હતો. તેમણે મુખ્ય મંત્રીને મોકલેલા પત્રમાં રાજ્યના તત્કાલીન ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ગંભીર આરોપ કર્યા હતા, જેને લઈ દેશમુખને આખરે આ પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. હવે રાજ્યના ઉપ મુખ્ય અજિત પવાર અ પરિવહન મંત્રી અજિત પવાર સામે પણ સીબીઆઈ તપાસની કરવામાં આવે એવી માગણી ભાજપ દ્વારા કરવામાં આવી છે.

ભાજપની ગુરુવારે રાજ્ય કાર્યકારિણીની બેઠકમાં આ સંબંધનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે. આથી અનિલ દેશમુખ પછી ભાજપે હવે પોતાનો મોરચો અજિત પવાર અને અનિલ પરબ તરફ વાળ્યો છે. દેખીતી રીતે જ 5-6 જુલાઈએ રાજ્ય વિધાનમંડળનું ચોમાસુ સત્ર આવી રહ્યું છે. તેમાં ભાજપ આ મુદ્દો પકડી રાખે એવી શક્યતા છે. આને કારણે ફક્ત બે દિવસનું હોવા છતાં સત્ર તોફાની બની રહેશે એવા અણસાર આ સાથે મળી રહ્યા છે.

નોંધનીય છે કે પરમવીરે પોતાના પત્રમાં અનિલ દેશમુખે સચિન વાઝેને ખંડણી જમા કરવાના આદેશ આપ્યા હતા એવો આરોપ છે. મુંબઈના બાર અને રેસ્ટોરાંવાળા અને અન્ય વેપારીઓ પાસેથી મહિને રૂ. 100 કરોડ ભેગા કરવાનો આદેશ દેશમુખે વાઝે અને સમાજસેવા શાખાના એસીપી સંજય પાટીલને આપ્યો હોવાનો આરોપ પરમવીર સિંહના પત્રમાં કરવામાં આવ્યો હતો. આ પત્રને લીધે ભારે હંગામો મચી ગયો હતો અને આખરે દેશમુખે રાજીનામું આપવું પડ્યું હતું. આ સંબંધમાં હાલમાં કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.

આગામી ચોમાસુ સત્ર તોફાની બનશે
દરમિયાન આ પ્રકરણ પછી વિરોધી પક્ષ ભાજપે સત્તાધારી શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ એમ ત્રણેયને નિશાનમાં લેવાનું શરૂ કર્યું છે. આને કારણે 5-6 જુલાઈએ રાજ્ય વિધાનમંડળનું ચોમાસુ સત્ર તોફાની બની રહેશે એવી શક્યતા છે. ગુરુવારે ભાજપની રાજ્ય કાર્યકારિણીની બેઠકમાં આ પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો હતો, જેને લઈ પવાર અને પરબ પ્રત્યે ભાજપ વધુ આક્રમક બને એવી શક્યતા છે. નોંધનીય છે કે પરમવીરના લેટરબોમ્બ પછી વાઝેએ પણ પત્ર લખ્યો હતો, જેમાં અજિત પવારના વિશ્વાસુનું ભ્રષ્ટાચારમાં સંડોવવામાં આવ્યું હતું. ઉપરાંત મહાપાલિકાના ઠેકેદારો પાસેથી વસૂલી કરવાનો આરોપ અનિલ પરબ પર પણ કર્યો હતો, જે મુદ્દો પકડીને હવે ભાજપ સત્તાધારીઓને નિશાન બનાવવા આક્રમક બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...