વાયુ પ્રદૂષણ:કોલાબા, મઝગાવ, મલાડની હવાની ગુણવત્તા ચિંતાજનક રીતે ઓછી થઈ

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આરોગ્યવર્ધક વ્યક્તિઓને પણ અસર થઈ શકે છે

કોલાબાનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) સોમવારે 345 પર આવી ગયો હતો, જે ચિંતાજનક નીચી સપાટી છે. સામાન્ય રીતે દ્વિપકલ્પીય મુંબઈ પર સમુદ્રમાંથી મજબૂત પવન ફૂંકાતો હોવાથી વાયુ પ્રદૂષણની તીવ્ર અસરથી તેને બચાવે છે. આમ છતાં સોમવારે એક્યુઆઈમાં ચિંતાજનક ઘટાડો થયો હતો, એવું પુણે સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટિયોરોલોજી દ્વારા વિકસિત વાયુ ગુણવત્તા અને હવામાનના વરતારો અને સંશોધન માટેની પ્રણાલી સફરના અભ્યાસમાંતારણ નીકળ્યું છે.

નિષ્ણાતો અનુસાર જો વાયુની ગુણવત્તા 400થી વધુની તીવ્ર સપાટીએ પહોંચી જાય તો આરોગ્યવર્ધક વ્યક્તિઓ અને મોજૂદ રોગ સાથેના લોકોને પણ ગંભીર અસર થઈ શકે છે. નિષ્ણાતો એમ પણ કહે છે કે વાહનો અને નાનાં જહાજોની પ્રવૃત્તિઓને લીધે કોલાબામાં ઉત્સર્જન વધુ અનુભવાય છે. આ જ રીતે મઝગાવ, બીકેસી, મલાડની વાયુની ગુણવત્તા સોમવારે અત્યંત નબળી શ્રેણીમાં આવી ગઈ હતી.મઝગાવ સુધી પૂર્વીય દરિયાકાંઠે કાર્ગો અને ક્રુ જહાજો, બોટ, કેટામરાન અને માછીમારોની નૌકાઓ દિવસરાત ચાલે છે.

ઓછું તાપમાન, પવનની ઓછી ગતિ, ઉચ્ચ ભેજ જેવાં નૈસર્ગિક પરિબળો કોલાબામાં રજકણોને હવામાં અધ્ધર રાખે છે, જેને લીધે ઉચ્ચ સ્તરે તેમની એકાગ્રતા પરિણમે છે. કોલાબામાં આવું જ થયું છે અને શિયાળામાં અમારી દેખરેખ થકી વારંવાર આવું દેખાય છે, એમ તેમણે ઉમેર્યું હતું.મઝગાવમાં એક્યુઆઈ 325, બીકેસીમાં 314, મલાડમાં 306 રહ્યું હતું, જે અત્યંત નબળી શ્રેણીમાં આવે છે.

301-400 એક્યુઆઈ અત્યંત નબળું ગણવામાં આવે છે, જેનો અર્થ દીર્ઘ સન્મુખતાથી શ્વાસોશ્વાસની બીમારીઓ પેદા થઈ શકે છે. અંધેરીમાં એક્યુઆઈ 259 સાથે નબળી ગુણત્તાની શ્રેણીમાં રહ્યું હતું. ચેમ્બુરમાં પણ આ શ્રેણીઓ જોવા મળી હતી, પરંતુ તેની વાયુની ગુણવત્તા સોમવારે મધ્યમ પૂરતી મર્યાદિત રહી હતી. 101-200 એક્યુઆઈ મધ્યમ શ્રેણીમાં આવે છે, જેમાં દીર્ઘ સન્મુખતાથી મોટા ભાગના લોકોને શ્વાસ લેવામાં અસ્વસ્થતા અનુભવાય છે.

ભેજનું પ્રમાણ વધ્યું
દરમિયાન છેલ્લા ત્રણ દિવસથી મુંબઈમાં ગરમીનો પારો વધ્યો છે. આ સાથે ભેજનું પ્રમાણ પણ વધ્યું છે. પવનની ગતિ પણ ધીમી છે, જેને લીધે અનેક લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. બીકેસી, અંધેરી, મુલુંડ, ઘાટકોપરમાં વાહનોના પ્રદૂષણથી એક્યુઆઈ બગડી રહ્યું છે ત્યારે ચેમ્બુરમાં દેવનાર કચરા- ભઠ્ઠી, તેલ, વાયુ અને રસાયણની રિફાઈનરીઓ ઉપરાંત વીજમથકમાંથી ઉત્સર્જનને કારણે હવાની ગુણવત્તા બગડે છે.

મુંબઈમાં વાયુ પ્રદૂષણ
મુંબઈમાં પવન પ્રદૂષિત હવાને વિખેરી કાઢે છે. જોકે ભેજને લીધે હાલમાં પવન ધીમો છે. આથી ઉષ્ણતામાનને વધવાથી તે રોકે છે. જો મુંબઈ દરિયાકાંઠાથી ઘેરાયેલું નહીં હોત તો હવાની ગુણવત્તા વધુ કથળી હોત, એમ સફરે જણાવ્યું હતું. નાગરિકોએ શહેરી ગરમી- ટાપુની અસરને ઓછી કરવા પર ભાર આપવામાં યોગદાન આપવું જોઈએ, જેથી ભેજ ઓછો થશે અને પવન ફૂંકાવાની સ્થિતિ સુધરશે. ઈમારતોમાં કાચનો ઉપયોગ ટાળવો જોઈએ અને પર્યાવરણ અનુકૂળ સામગ્રીઓનો ઉપયોગ કરવો જોઈએ. નમી શોષાય તે માટે નાગરિકોએ વધુમાં વધુ ઝાડ વાવવાં જોઈએ. વાહનોમાંથી ધુમાડો, કચરો બાળવો અને ઉદ્યોગો અને નિર્માણ સ્થળોનો કચરો હવાની ગુણવત્તા બગાડવા માટે મુખ્ય કારણો છે.

અન્ય સમાચારો પણ છે...