તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:શહેરમાં લઘુતમ તાપમાન ઓછું થવા સાથે હવાની ગુણવત્તા બગડી

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • આગામી બે દિવસમાં મુંબઈમાં વધુ ઠંડીની આગાહી

મુંબઈ લઘુતમ તાપમાન આંશિક ઓછું થવા સાથે હવાની ગુણવત્તા બગડી છે. આગામી બે દિવસમાં તાપમાનમાં વધુ ઘટાડો થશે એમ ઈન્ડિયન મીટિરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું. સોમવારે સવારે મુંબઈના શહેરી અને ઉપનગરીય વિસ્તારોમાં લઘુતમ તાપમાન ઓછું થઈને હવાની ગુણવત્તા બગડી હોવાનું નોંધાયું હતું.સોમવારે સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાન 16 ડિ.સે. નોંધાયું હતું, જે રવિવાર કરતાં 4.4 ડિ.સે. ઓછું હતું અને સામાન્ય કરતાં 1.4 ડિગ્રી ઓછું હતું.

કોલાબામાં પણ લઘુતમ તાપમાન 21.6 ડિગ્રી સુધી નીચે આવ્યું હતું, જે રવિવારે 18.8 ડિગ્રી હતું અને સામાન્ય કરતાં 1 ડિગ્રી ઘટ્યું હતું. આ સાથે સોમવારે દિવસ દરમિયાન ઠંડો ઠંડો પવન ફૂંકાયો હતો, જેને લીધે વાતાવરણમાં દિવસભર ઠંડક પ્રસરેલી રહી હતી. પશ્ચિમી અવરોધક પટ્ટા સાથે ઉત્તરીય ભાગમાંથી ઉત્તરથી વાયવ્યના ઠંડા પવનને લીધે મોટે ભાગે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો, એમ આઈએમડીના વેસ્ટર્ન રિજનના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ કે એસ હોસાળીકરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો