સુવિધાથી ખંડિત કાર્યપ્રવાહ:રાજ્યની 20થી વધુ હોસ્પિટલોનું AI- આધારિત ડિજિટાઈઝેશન

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં મહારાષ્ટ્રની આરોગ્ય સેવામાં મૂળભૂત સુવિધાથી ખંડિત કાર્યપ્રવાહ

ભારતભરની હોસ્પિટલ્સના કાર્યસંચાલનનું ડિજિટાઈઝેશન કરવા સાથે દર્દીલક્ષી સેવા આપવામાં સક્ષમ કરવા પ્રત્યે પોતાની કટિબદ્ધતા સાથે જોડાયેલી રહીને જિઓનું પીઠબળ ધરાવતી કેરએક્સપર્ટની અવન્સ સાસ આધારિત, એઆઈ- આધારિત ડિજિટલ હેલ્થકેર પ્લેટફોર્મ પ્રદાતાએ જાહેર કર્યું છે કે મહારાષ્ટ્રમાં પુણે, મુંબઈ, થાણે અને નાગપુરની 20થી વધુ હોસ્પિટલ્સ અને આરોગ્યસેવા કેન્દ્રો (ઈઓએન, આયમેક્સ, કિંગ્ઝવે, એલ્બોટ હેલ્થ, રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ) હવે તેની ક્રાંતિકારી સેવાનો ઉપયોગ કરી રહી છે.

એકીકૃત આરોગ્યસેવા ઉપાયયોજનાઓના અભાવને લીધે હાલમાં મહારાષ્ટ્રની આરોગ્ય સેવા મૂળભૂત સુવિધાથી ખંડિત કાર્યપ્રવાહ, કાર્યસંચાલનમાં અકાર્યક્ષમતા અને દસ્તાવેજો પર તબીબી નોંધ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેરએક્સપર્ટમાં અમે ગ્રાહકોને 50થી વધુ પ્રી- ઈન્ટીગ્રેટેડ મોડ્યુલ્સ આપીને અમારા એકમેવ મંચ- આધારિત દ્રષ્ટિકોણ સાથે આ પડકારનું નિવારણ કરીએ છીએ, એમ સ્થાપક અને સીઈઓ નિધિ જૈને જણાવ્યું હતું.

વપરાશમાં સુલભ સેવા સાથે અમારા સોલ્યુશનને વધુ કિફાયતી બનાવીને અમે મહારાષ્ટ્રનાં દ્વિતીય અને તૃતીય શ્રેણીનાં શહેરોમાં લઘુ અને મધ્યમ આકારની હોસ્પિટલ્સને આ સેવા આપી શકીએ છીએ. અમારું સોલ્યુશન ઉચ્ચ સમન્વયિત કાર્યપ્રવાહ, કાર્યસંચાલનોમાં ઉત્તમ સહકાર્ય અને દરેક પગલે ઉચ્ચ દર્દી સહભાગ પ્રમાણની ખાતરી આપે છે.

અન્ય સમાચારો પણ છે...