કાર્યવાહી:અમદાવાદના દવાના વેપારીની દહિસરમાં હત્યા ,બેની ધરપકડ

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતે મૃત્યુનો કેસ નોંધ્યો પણ પોસ્ટમોર્ટમમાં હત્યા હોવાનું સ્થાપિત થયું

ગુજરાતના અમદાવાદ ખાતેના 40 વર્ષના દવાના વેપારી મનીષ પટેલની હત્યા રવિવારે હત્યા થઈ હતી. આ સંબંધે દહિસર પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. મનીષ એક મહિના પૂર્વે જ વેપાર વૃદ્ધિ માટે મુંબઈમાં આવ્યો હતો અને દહિસરમાં ભાડાના ફ્લેટમાં રહેતો હતો. મનીષ જ્યાં રહેતો હતો તે ઈમારતના મેનેજરે ફોન કર્યો હતો. મનીષ કોઈના ફોનનો ઉત્તર આપતો નથી અને દરવાજો પણ ખોલતો નથી એવું મેનેજરે કહ્યું હતું. મનીષ વેપાર નિમિત્તે મુંબઈમાં અમુક લોકોને મળવાનો હતો. જોકે તે ફોન સામે પ્રતિસાદ આપતો નહીં હોવાથી તે વ્યક્તિએ ઈમારતના મેનેજરને જાણ કરી હતી, જે પછી મેનેજરે પોલીસને જાણ કરી હતી.

પોલીસે આવીને ફ્લેટનો દરવાજો તોડ્યો હતો, જે સમયે મનીષ નિશ્ચિંત પડેલો મળી આવ્યો હતો. તેને તુરંત ભગવતી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં તેને મૃત ઘોષિત કરાયો હતો. શરૂઆતમાં અકસ્માતે મૃત્યુ થયું હોવાની નોંધ કરવામાં આવી હતી, પરંતુ પોસ્ટમોર્ટમના અહેવાલમાં આ હત્યા હોવાનું બહાર આવ્યું હતું.

સિનિયર પીઆઈ પ્રવીણ ગજાનન પાટીલે જણાવ્યું હતું કે અમે આ કેસમાં રાહુલ રામનાથ શર્મા (20) અને અન્ય એકની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે. મનીષ એક મહિના પૂર્વે મુંબઈ આવ્યો ત્યારે એક હોટેલમાં રોકાયો હતો. આ હોટેલના વોચમેનના બે આરોપી સંબંધી છે. આરોપીઓએ મનીષ પાસે બહુ પૈસા હશે એમ ધારીને તેની હત્યા કરીને લૂંટવાનું નક્કી કર્યું હતું.

વોચમેને જ આરોપીઓની મનીષ સાથે ઓળખાણ કરાવી હતી, જે પછી આરોપીઓ મનીષના ભાડાના ફ્લેટ પર આવજા કરતા હતા. મનીષના ફોન કોલ ડેટાને આધારે આરોપીઓની મંગળવારે ઉત્તર પ્રદેશથી ધરપકડ કરવામાં આવી હતી. મનીષ રહેતો હતો તે ઈમારત અને આસપાસના સીસીટીવી કેમેરા ફૂટની તપાસ કરતાં મનીષને શનિવારે બે જણ મળવા માટે આવ્યા હતા. આ બે જણ અને ધરપકડ કરેલો આરોપી સહિત ચાર જણ મનીષના ફ્લેટમાં પાર્ટી કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...