તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • Agreement With L&T For 4 Stations, Maintenance Depots And Tunnels Of Bullet Train, Larsen & Toubro Viaduct, Stations, Maintenance Depots, Tunnels To Be Built

કરાર:બુલેટ ટ્રેનના 4 સ્ટેશન, મેન્ટેનન્સ ડેપો અને ટનલ માટે L&T સાથે કરાર,લાર્સન એન્ડ ટુબ્રો વાયાડક્ટ, સ્ટેશનો, મેઈનટેનન્સ ડેપો, ટનલ બનાવશે

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશન લિ. (એનએચએસઆરસીએલ) અને લાર્સન એન્ડ ટુબ્રો (એલએન્ડટી) લિ.એ મુંબઈ- અમદાવાદ હાઈ સ્પીડ રેલ (એમએએચએસઆર) કોરિડોરના પેકેજ સી-4 માટે કરાર કર્યા છે. 26 નવેમ્બર, 2020ના રોજ એનએચએસઆરસીએલ દ્વારા કરાર પર સહીસિક્કા કરવાનો સમારંભ યોજાયો હતો, જેમાં જાપાનના રાજદૂત સતોષી સુઝુકી અને રેલવે બોર્ડના ચેરમેન અને સીઈઓ વી. કે. યાદવ હાજર હતા.આ મોટો કરાર એમએએચએસઆર પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવ્યો છે. સી-4 પેકેજ મહારાષ્ટ્ર- ગુજરાત સીમાથી ગુજરાત રાજ્યમાં વડોદરા સુધી એમએએચએસઆર પ્રોજેક્ટ (508 કિમી)ના કુલ એલાઈનમેન્ટના આશરે 47 ટકા આવરી લે છે અને કાર્યની ક્ષિતિજમાં વાયાડક્ટ્સનું નિર્માણ (237 કિમી), સ્ટેશનો (વાપી, બિલ્લિમોરા, સુરત અને ભરૂચ નામે 4 સ્ટેશન), મેઈનટેનન્સ ડેપો, વાપી અને વડોદરા વચ્ચે ટનલ અને સુરત ડેપોનો સમાવેશ થાય છે. અપેક્ષિત બાંધકામ સમયગાળો 1460 દિવસ (આશરે 4 વર્ષ)નો છે.

આ અવસરે બોલતાં જેઆઈસીએ ઈન્ડિયાના ચીફ રિપ્રેઝેન્ટેટિવ કાત્સુઓ માત્સુમોતોએ જણાવ્યું હતું કે નોવેલ કોરોનાવાઈરસ રોગોએ દુનિયાભરમાં અભૂતપૂર્વ પડકારો લાવી દીધા છે ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા વિવિધ ક્ષેત્રોમાં વિવિધ પડકારોનો સામનો કરી રહી છે. આવા સંજોગોમાં પડકારોને ઝીલવાની એક ચાવી દેશની મજબૂત આર્થિક વૃદ્ધિ માટે સંભાવના સાકાર કરવા આપણા પ્રયાસો ચાલુ રાખવાની છે. મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યો રાષ્ટ્રની વૃદ્ધિના પ્રેરકો રહ્યાં છે અને હાઈ- સ્પીડ રેલ સિસ્ટમ જાપાનમાં થયું તેમ જ ભારતને વધુ આર્થિક ટેકો આપવાની અપેક્ષા છે. જેઆઈસીએ માને છે કે એમએએચએસઆર પ્રાદેશિક વ્યાપક આર્થિક અને સામાજિક વિકાસમાં યોગદાન આપશે, જે ભવિષ્યમાં સ્થાનિક રહેવાસીઓ માટે નોકરીઓ ઊભી કરવા સાથે આવક ઊપજાવશે.

જેઆઈસીએ 2017થી એકંદરે રૂ. 250,000 મિલિયન જેપીવાય (આશરે રૂ. 18,000 કરોડ)ની ઓડીએ લોન આપીને મુંબઈ- અમદાવાદ હાઈ- સ્પીડ રેલ માટે પ્રોજેક્ટને ટેકો આપી રહી છે. પ્રોજેક્ટનો હેતુ જાપાનની શિંકાન્સેન ટેકનોલોજી ( જેને બુલેટ ટ્રેન તરીકે પણ ઓળખવામાં આવે છે)નો ઉપયોગ કરીને મુંબઈ અને અમદાવાદ વચ્ચે હાઈ- સ્પીડ રેલનું નિર્માણ કરીને હાઈ- ફ્રિક્વન્સી માસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ વિકસાવવાનો છે, જેથી ભારતમાં મોબિલિટી બહેતર બને અને પ્રાદેશિક આર્થિક વિકાસમાં તે યોગદાન આપે.

અન્ય સમાચારો પણ છે...