તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • Aghadi Won 4 Out Of 6 Seats In The State Assembly Elections, 1 Seat To BJP And Independents In The Elections Held On December 1

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:રાજ્ય વિધાન પરિષદ ચૂંટણીમાં આઘાડીએ 6માંથી 4 બેઠક જીતી, 1 ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ અને અપક્ષને ફાળે 1 બેઠક

મુંબઈ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહારાષ્ટ્રની વિધાન પરિષદની પદવીધર અને શિક્ષક મતદારસંઘની ૬ બેઠકો માટે 1 ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીના પરિણામો શુક્રવારે આવ્યા હતા. પરિણામ મુજબ મહાવિકાસ આઘાડી (કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોન્ગ્રેસ અને શિવસેના) 4 બેઠકો જીતવામાં સફળ થઈ છે. ભાજપ અને અપક્ષને એક-એક બેઠક મળી છે.એમવીએની ચાર બેઠકોમાંથી કોંગ્રેસને 2 અને એનસીપીને એક બેઠક મળી છે. સીએમ તરીકે ઉદ્ધવના નેતૃત્વમાં આ પહેલી ચૂંટણી છે. તેથી તે તેમની લિટમસ ટેસ્ટ સમાન હતી. સૌથી મોટી વાત એ છે કે ભાજપનો અભેદ્ય ગઢ માનવામાં આવતા નાગપુરમાં કોંગ્રેસના ઉમેદવારે ભાજપને મોટા અંતરથી જીત આપીને મોટો ઝટકો આપ્યો છે. બીજી તરફ આ ચૂ઼ંટણીમાં એમવીએને ભારે સફળતા મળી હોવા છતાં શિવસેનાને એકપણ સીટ મળી શકી નથી.

મહાવિકાસ આઘાડીને આનંદની વાત એ છે કે એક તરફ તેમની સરકારે 1 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો અને બીજી તરફ તેઓ નાગપુર, અમરાવતી અને પુણેમાં ભાજપનો ગઢ જીતવામાં સફળ રહ્યા, જેથી ત્રણેય પક્ષના કાર્યકર્તાઓને નવી પ્રેરણા અને તેમના જુસ્સામાં વધારો થયો છે, જેનો મહાપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આગામી દિવસોમાં આઘાડીને ફાયદો થશે અને ભાજપને આ ત્રણેય પક્ષની એમવીએને હરાવવા નવી રણનીતિ બનાવવી પડશે. નાગપુરની જીત પણ દેવેન્દ્ર ફડણવીસ માટે મોટો સેટબેક છે, અહી કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણીમાં ભાજપના મેયરને હરાવ્યા હતા. નાગપુર કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો વિસ્તાર રહ્યો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પિતા ગંગાધરરાવ ફડણવીસે પણ આ બેઠક કેટલીક વાર જીતી હતી.

નાગપુર પણ આરએસએસનો ગઢ રહ્યો છે. તદનુસાર, તે ભાજપ માટે મોટો આંચકો માનવામાં આવે છે. પુણેની સ્નાતક અને શિક્ષક બંને બેઠકો પર રાષ્ટ્રવાદી અને કોંગ્રેસના કબજાથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંતદાદા પાટીલની પ્રતિષ્ઠાને પણ નુકસાન થયું છે. ચંદ્રકાંત પાટીલ પશ્ચિમ મહારાષ્ટ્ર અને ભાજપના મોટા નેતાઓમાં ગણાય છે તેઓ પ્રદેશ અધ્યક્ષ પણ છે અને તેમણે પ્રચારમાં પુણેની આ બંને બેઠકો જીતવા માટે પૂરી તાકાત લગાડી હતી. પરંતુ ભાજપ એક પણ બેઠક જીતી શક્યું નહીં.

અમરાવતી બેઠક પર અપક્ષ ઉમેદવાર તેના નજીકના હરીફ મહાવિકાસ આઘાડીના ઉમેદવાર પ્રો. શ્રીકાંત દેશપાંડેએ 2 હજારથી વધુ મતોની લીડ લીધી છે. આ બેઠક પર ભાજપના ભૂતપૂર્વ કૃષિ પ્રધાન અનિલ બોન્ડની બહેન સંગીતા શિંદે (બોંડે) અપક્ષ ઉમેદવાર હતી. રાષ્ટ્રવાદીના બળવાખોર ચંદ્રશેખર ભોઈર આ બેઠક પરથી અપક્ષ તરીકે લડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો