સમસ્યા:નવી ઈમારત બાંધતા અગાશી અને વર્ટિકલ ગાર્ડન ફરજિયાત

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ગાર્ડનથી તાપમાનમાં વધારાની સમસ્યા થોડી ઘણા અંશે ઓછી થશે

મુંબઈમાં હવે 2 હજાર સ્કવેર મીટર કરતા મોટા ભૂખંડ પર બાંધવામાં આવતી ઈમારતો માટે અગાશી અને વર્ટિકલ ગાર્ડન ફરજિયાત કરવામાં આવશે. આ બાબતના ધોરણને તત્વતઃ માન્યતા આપવામાં આવી છે. મુંબઈમાં હરિત ક્ષેત્ર એટલે કે લીલોતરી વધારવા માટે નવી ઉપાયયોજના શોધવાની સૂચના પર્યટન મંત્રી આદિત્ય ઠાકરેએ આપી હતી.

એ અનુસાર મહાપાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે. મુંબઈ જેવા શહેરમાં મોટી ઈમારતોની ટેરેસ પર ખુલાશ અને લીલોતરી નિર્માણ કરવા યોગ્ય જગ્યા મોટા પ્રમાણમાં દેખાય છે. આવી જગ્યાનો વપરાશ લીલોતરી નિર્માણ કરવા માટે થાય તો તાપમાનમાં વધારાની સમસ્યા થોડી ઘણા અંશે ઓછી થશે. એ ઉદ્દેશથી મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલના નિર્દેશ અનુસાર ટેરેસ-વર્ટિકલ ગાર્ડન ઉપક્રમનું ધોકણ તૈયાર કરીને એની અમલબજાવણી કરવામાં આવશે એવી માહિતી ઉદ્યાન અધિક્ષક જીતેન્દ્ર પરદેશીએ જણાવ્યું હતું.

આ ધોરણ અનુસાર બાંધકામ ચાલુ હોય એ ઠેકાણાને પતરાથી ઢાંકવાના બદલે લીલોતરીવાળી વર્ટિકલ બાયોવોલ તૈયાર કરવી ફરજિયાત છે. એના માટે વિગતવાર ધોરણ તૈયાર કરવામાં આવ્યું છે. મહાપાલિકાના વિકાસ નિયોજન ખાતાને ધોરણની ચકાસણી કરીને અભિપ્રાય આપવાનો નિર્દેશ મહાપાલિકા આયુક્તે આપ્યો છે. આ ધોરણ મહારાષ્ટ્ર ચેંબર ઓફ હાઉસિંગ ઈંડસ્ટ્રી અને નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેંટ કાઉન્સિલ જેવી બાંધકામ ક્ષેત્રની સંસ્થા સાથે ચર્ચા કરીને અમલબજાવણી બાબતે મહાપાલિકા નિર્ણય લેશે.

આ ધોરણ સામેના પડકારો
ડેવલપરે બાંધકામની સુરક્ષા અને સ્ટ્રકટરલ સ્થિરતાની ખાતરી કરવાની રહેશે. ઈમારતના પરીક્ષણ માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ રાખવી પડશે. પાણીના ગળતરની સમસ્યા ન થાય એ રીતે કામ કરવું પડશે. લીલોતરી ટકાવી રાખવા સિંચાઈ વ્યવસ્થાની સગવડ કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...