તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્ટીલીયા કેસ:મુનસુખના ચહેરા પર રૂમાલ બાંધ્યા બાદ તેને ખાડીમાં ફેંક્યો

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વાઝે હત્યા સમયે હાજર હતો પાંચ રૂમાલ પર ક્લોરોફોર્મ છાટ્યું
 • એટીએસએ એનઆઈએને સોંપેલા રિપોર્ટમાં ચોંકાવનારી માહિતી

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર મળી આવેલી વિસ્ફોટક સાથેની મહિંદ્રા સ્કોર્પિયોના માલિક મનસુખ હિરનના મોતને મામલે મુંબઈની એન્ટી-ટેરરીઝમ સ્ક્વોડે (એટીએસ) આ કેસ ઉકેલી કાઢ્યો હોવાનો દાવો કર્યો છે. એટીએસનું કહેવું છે કે મનસુખની હત્યામાં કુલ 4 જણ સામેલ હતા, તેમાંથી 3 જણની ધરપકડ કરી લેવામાં આવી છે. બુધવારે થાણે કોર્ટના આદેશ પછી એનઆઈએને એટીએસ દ્વારા સોંપવામાં આવેલા રિપોર્ટમાં આ ચોંકાવનારી માહિતી આપવામાં આવી છે.

તપાસ દરમિયાન એટીએસને એ પણ ખબર પડી હતી, કે મનસુખને સૌથી પહેલાં ક્લોરોફોર્મ સૂંઘાડીને બેભાન કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી તેની હત્યા કરવામાં આવી હતી. હત્યા સમયે સચિન વાઝે પણ ઘટનાસ્થળે હાજર હતો. તેના મોબાઈલ લોકેશનથી પૂરતા પુરાવા મળ્યા છે.મનસુખના ચહેરા પર બાંધવામાં આવેલા પાંચ રૂમાલ પર ક્લોરોફોર્મ છાંટવામાં આવ્યું હતું. મનસુખ જીવિત રહે એવી કોઈ શક્યતા આરોપીઓ છોડવા માગતા નહોતા, આથી રૂમાલ ચહેરા પર બાંધીને પાણીમાં ફેંકી દીધો હતો. મનસુખનો મૃતદેહ મળ્યા બાદ ચહેરા પર બાંધેલા રૂમાલ જોઈને એવું લાગતું હતું કે હત્યા કરવામાં આવી છે.

મનસુખે સુસાઈડ નથી કર્યું. એટીએસને શંકા છે કે આ કેસમાં જપ્ત કરવામાં આવેલી એક કારમાં હત્યા કરવામાં આવી હતી.બારમાં દરોડાનું નાટક : ટિપ્સી બારના સીસીટીવી ફૂટેજમાં પણ દરોડા સમયે વાઝે ત્યાં હાજર હોવાનું જણાયું હતું. વાઝે થાણેના ઘોડબંદરથી આવ્યા પછી પહેલા મુંબઈ પોલીસ હેડક્વાર્ટર ગયો હતો અને ત્યાર પછી સીઆઇયુની પોતાની ઓફિસમાં ગયો હતો. ત્યાર પછી તેણે પોતાના મોબાઈલ ફોનને ચાર્જિંગમાં લગાવી દીધો, જેથી લોકેશન કમિશનર ઓફિસનું દેખાય.

વાઝેએ એટીએસને પોતાનું નિવેદન આપતાં કહ્યું હતું કે 4 માર્ચે તે આખો દિવસ સીઆઇયુ ઓફિસમાં હતો, પરંતુ મોબાઈલના લોકેશન પ્રમાણે તે બપોરે 12.48 વાગ્યે ચેમ્બુરની એમએમઆરડીએ કોલોનીમાં હતો. મનસુખ પાસે એક મોબાઈલ હતો, જેમાં બે સિમકાર્ડ રહેતાં હતાં. એટીએસે આ બંને નંબરોના સીડીઆર કાઢ્યા તો ખબર પડી કે એમાંથી એક નંબર પર મનસુખની પત્નીનો છેલ્લો ફોન રાત્રે 8.32 વાગ્યે આવ્યો હતો અને બીજા નંબર પર રાતે 10.10 વાગ્યે ચાર મેસેજ આવ્યા હતા. આ દરમિયાન ફોનનું લોકેશન વસઈના માલજીપાડાનું હતું.

મનસુખને વ્હોટ્સએપ કોલથી બોલાવ્યો
ઘટનાના દિવસે વાઝેએ મનસુખને તાવડેના નામથી વ્હોટ્સએપ કોલ કરીને બોલાવ્યો હતો. બંનેની વાતો મનસુખની પત્ની વિમલાએ સાંભળી હતી. એ પછી મનસુખની હત્યા રાતે 10 વાગ્યાની આસપાસ થઈ હતી. મનસુખની હત્યા કરવામાં આવી ત્યારે વાઝે એક ઓડી કારમાં બેસીને સમગ્ર ઘટના જોઈ રહ્યો હતો.

વાઝેના મોબાઇલ સીડીઆર રિપોર્ટ પ્રમાણે, તેણે હત્યાવાળી રાત્રે એક પણ કોલ નહોતો કર્યો અને તેને પણ કોઈનો ફોન નહોતો આવ્યો, પરંતુ તે સતત વ્હોટ્સએપ કોલથી લોકો સાથે વાત કરતો હતો. ત્યાર પછી વાઝે મુંબઈ આવ્યો હતો અને લગભગ રાતે 11.48 વાગ્યે ડોંગરી પર ટિપ્સી બારમાં દરોડાનું નાટક કર્યું હતું, જેથી મનસુખની હત્યાને મામલે કોઈ તપાસ કરવામાં આવે તો તે જણાવી શકે કે તે રાત્રે તે મુંબઈના ડોંગરી વિસ્તારમાં હતો.

શિંદેએ સિમ કાર્ડ વિશે માહિતી આપી
આ મામલે ધરપકડ કરવામાં આવેલા સસ્પેન્ડ કોન્સ્ટેબલ વિનાયક શિંદેએ જણાવ્યું હતું કે વાઝે સાથે વાત કરવા નકલી દસ્તાવેજના આધારે ખરીદવામાં આવેલાં સિમકાર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો, જે તેણે ક્રિકેટ- બુકી નરેશ ગોરના માધ્યમથી ગુજરાતથી મગાવ્યાં હતાં. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકીવાળો લેટર પણ વાઝેએ લખ્યો હતો. વિનાયક શિંદેના ઘરે કામ કરવા આવેલા પેઈન્ટરે આ વાત જણાવી હતી.

વાઝેએ તેના કાવતરામાં મનસુખને સામેલ કર્યો. તેના પુરાવા એટીએસ અને એનઆઇએને મળ્યા હતા. મનસુખ ડરથી કે પોતાની મરજીથી વાઝેની સાથે હતો, એ જાણવા માટે હાલ બંને વચ્ચેના સંપર્કના ડિજિટલ એવિડન્સ એટીએસને મળ્યા છે. તપાસ અધિકારીઓને શંકા છે કે, મનસુખ વાઝેના તમામ રાઝ જાણતો હતો, તેથી તેની ફિલ્મી સ્ટાઇલની વાર્તા મુજબ ઠંડે કલજે હત્યા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો