ચકાસણી:10-12નાં પરિણામો પછી RTI અંતર્ગતની ઉત્તરપત્રિકા ઈમેઈલથી મોકલી અપાશે

મુંબઇ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તરપત્રિકાનું સ્કેનિંગ કરીને ઉપલબ્ધ કરવાના વિકલ્પ બાબતે ચકાસણી

દસમા અને બારમા ધોરણના પરિણામો પછી વિદ્યાર્થીઓને માહિતી અધિકાર કાયદા અંતર્ગત ઉત્તરપત્રિકાઓ આ વર્ષે ઈમેઈલના માધ્યમથી મળશે. ઉત્તરપત્રિકાઓનું સ્કેનિંગ કરવું, તે ઉપલબ્ધ કરી આપવાના વિકલ્પ બાબતે રાજ્ય મહામંડળ તરફથી ચકાસણી કરવામાં આવી રહી છે. માહિતી અધિકાર કાયદા અનુસાર વિદ્યાર્થીઓ તેમની ઉત્તરપત્રિકા માગે તો તેમને એ ઉપલબ્ધ કરી આપવી ફરજિયાત છે. દર વર્ષે દસમા અને બારમા ધોરણના પરિણામ જાહેર થયા પછી હજારો વિદ્યાર્થીઓ ઉત્તરપત્રિકાના ફોટોકોપી માટે અરજી કરે છે.

ઓનલાઈન ભરવાનો વિકલ્પ આપવા માટે મંડળ પ્રયત્ન કરે
આ વર્ષે કોરોના રોગચાળાને કારણે વિદ્યાર્થીઓના પરિણામ ઓનલાઈન જાહેર થયા પછી એનું પૂનર્મૂલ્યાંકન, ફોટોકોપી માટેની અરજીઓ લેવી, ફોટોકોપી આપવા બાબતે પ્રશ્ન ઊભા થયા. એના પર હવે આ વખતે ફોટોકોપી ઈમેઈલના માધ્યમથી ઉપલબ્ધ કરી આપવાના વિકલ્પનો રાજ્યમંડળ વિચાર કરે છે. દર વર્ષે ફોટોકોપી સમયસર ન મળતી હોવાથી વિદ્યાર્થીઓના પુનર્મૂલ્યાંકનના પરિણામો મોડા પડે છે. એની અસર તેમની આગામી પ્રવેશપ્રક્રિયા પર થાય છે. આ વખતની અનિશ્ચિત પરિસ્થિતિ, વિલંબમાં પડેલા શૈક્ષણિક વર્ષમાં પુનર્મૂલ્યાંકનના પરિણામ મોડેથી મળશે તો વિદ્યાર્થીઓનું વધારે નુકસાન થશે. એના માટે ઉત્તરપત્રિકાની માગણી કરનારા વિદ્યાર્થીઓની ઉત્તરપત્રિકા સ્કેન કરીને વિદ્યાર્થીઓને મોકલવાનો વિચાર ચાલુ છે. એના માટેની અરજીઓ પણ ઓનલાઈન ભરવાનો વિકલ્પ આપવા માટે મંડળ પ્રયત્ન કરે છે એવી માહિતી અધિકારીઓએ આપી હતી.

આ વર્ષથી ઓનલાઈન પુનર્મૂલ્યાંકન : દસમા અને બારમા ધોરણની લેખિત પરીક્ષાના વિષયોનું પુનર્મૂલ્યાંકન કરવામાં આવે છે. આ વર્ષથી ઓનલાઈન વિષયોનું પુનર્મૂલ્યાંકન પણ કરવામાં આવશે. દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓ લગભગ ૨૫ લાખથી વધારે વિદ્યાર્થીઓ આપે છે. એમાંથી હજારો વિદ્યાર્થીઓ ફોટોકોપી માટે અરજી કરે છે. તેમની ઉત્તરપત્રિકાઓ શોધીને એ સ્કેન કરવાનો પડકાર મંડળે ઝીલવો પડશે.

અન્ય સમાચારો પણ છે...