તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:કોરોનાને કારણે પત્નીના મૃત્યુ પછી પતિએ નિરાશામાં ગળે ફાંસો ખાધો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આત્મહત્યા પહેલાં 6 વર્ષની પુત્રીની હત્યા કરી

મુંબઈમાં એક 36 વર્ષના શખસે પોતાની છ વર્ષની પુત્રીની હત્યા કરીને પોતે આત્મહત્યા કરી હતી. આ વ્યક્તિનું નામ જીતેન્દ્ર ભાડેકર છે. એની પત્ની માધવી જૂન 2020માં કોરોનાને લીધે મૃત્યુ પામી હતી. ત્યારથી એ ડિપ્રેશનમાં હતો. જોકે કુટુંબીઓના જણાવવાથી જીતેન્દ્રએ ડિસેમ્બર 2020માં બીજા લગ્ન કર્યા હતા. જીતેન્દ્ર હીરાની એક કંપનીમાં નોકરી કરતો હતો. કાંદીવલીના ચારકોપ ખાતે એ પુત્રી, માતા અને ભાઈ સાથે રહેતો હતો.

જીતેન્દ્ર વિલેપાર્લેના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. ત્યાંના ગાવઠાણ પરિસરની ડિસોઝા ઈમારતના બીજા માળે આવેલા ફ્લેટમાં એણે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. વિલેપાર્લે સ્થિત ઘરનો ભાડૂત ઘર છોડી ગયો હોવાથી ઘર એક વખત જોઈ આવું છું અને પુત્રીને પણ લઈ જાઉં છું એમ એણે કુટુંબીઓને જણાવ્યું હતું અને ચારકોપના ઘરેથી નીકળ્યો હતો. ઘણાં કલાકો પછી પણ એ પાછો ન આવતા કુટુંબીઓએ ફોન પર સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો પણ એ ફોન ઉંચકતો નહોતો. તેથી જીતેન્દ્રના ભાઈએ વિલેપાર્લે ઘરના પડોશીને ફોન કરીને પૂછપરછ કરી.

આપઘાત પડોશીએ ઘણા સમય સુધી દરવાજો ખખડાવ્યો પણ અંદરથી કોઈ જવાબ મળતો નહોતો. આખરે એણે પોલીસને માહિતી આપી હતી. પોલીસે દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે જીતેન્દ્રનો મૃતદેહ છત પર લટકતો જોવા મળ્યો.

અન્ય સમાચારો પણ છે...