તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:એકલા રહેતા નાગરિકના નિધન પછી પોલીસે અંતિમસંસ્કાર કર્યા, વિડિયો કોલથી અંતિમ દર્શન કરાવ્યાં

મુંબઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સંબંધીઓ આવી નહીં શકતાં વિડિયો કોલથી અંતિમ દર્શન કરાવ્યાં

કોરોના વાઈરસના સંકટના કારણે બધાએ પોતાના ઘરમાં રહેવું પડી રહ્યું છે. જોકે આવી પરિસ્થિતિમાં પણ પોલીસો પોતાનો જીવ જોખમમાં નાખીને કામ કરી રહ્યા છે. નાગરિકોનું સંરક્ષણ કરવું તથા રાજ્યમાં કાયદો અને સુવ્યવસ્થા જાળવવી એ પોલીસોની મુખ્ય ફરજ છે. જોકે અત્યારે પોલીસો નાગરિકોને જોઈએ એ મદદ કરી રહ્યા છે. આવી જ એક હૃદયદ્રાવક ઘટના વિરારમાં પ્રકાશમાં આવી હતી. આ ઘટનામાં ખાખી વરદીવાળામાં માનવતાના દર્શન થાય છે. આ ઘટનાની નોંધ ગૃહમંત્રી અનિલ દેશમુખે પણ લીધી છે. 

વિરારના ફુલપાડામાં પ્રમોદ ખારે ઘરમાં એકલા જ રહેતા
વિરાર પૂર્વના ફુલપાડા ખાતે રહેતા પ્રમોદ ખારે (૪૫)નું હૃદયરોગના તીવ્ર હુમલાથી નિધન થયું. જોકે કોઈ પણ સગાંસંબંધી લોકડાઉનને કારણે આવી નહીં શકવાથી પોલીસ નાઈક સુભાષ શિંદેએ પોતે મૃતદેહના અંતિમસંસ્કાર કર્યા અને સગાસંબંધીઓને વિડિયો કોલ કરીને અંતિમ દર્શન કરાવ્યાં હતાં. આ ઘટના પછી ગૃહમંત્રી અનિલ દેશમુખે પોલીસ નાઈક સુભાષ શિંદેનો ફોટો ટ્વિટ કરીને મહારાષ્ટ્ર પોલીસનું મને અભિમાન છે એમ લખ્યું હતું. વિરારમાં પ્રમોદ ખરેનું દુખદ નિધન થયું તે ઘરે એકલા જ હતા. આવા પ્રસંગે અમારા સંવેદનશીલ પોલીસ નાઈક સુભાષ શિંદેએ અંતિમસંસ્કારની તમામ જવાબદારી પાર પાડી. સંકટના સમયે જુદી જુદી ભૂમિકા નિભાવતા મહારાષ્ટ્ર પોલીસોનું મને અભિમાન છે એમ તેમણે ટ્વિટ કર્યું હતું. વિરારના ફુલપાડામાં પ્રમોદ ખારે ઘરમાં એકલા જ રહેતા હતા.

અચાનક હ્રદયરોગનો હુમલો થતા તેનું મૃત્યુ થયું હતું. લોકડાઉનને લીધે તેના સગાસંબંધીઓ કોલકાતા અને દિલ્હીથી અંતિમસંસ્કાર માટે આવી શક્યા નહીં. તેથી તેના અંતિમસંસ્કાર કરવા કોઈ નહોતું. પણ પોલીસ નાઈક સુભાષ શિંદેએ મૃતક પ્રમોદ ખરેનો બંધ થયેલો મોબાઈલ ચાર્જ કરીને સગાસંબંધીઓ સાથે સંપર્ક સાધ્યો હતો. લોકડાઉનને કારણે સગાસંબંધીઓને આવે ત્યાં સુધી રાહ જોવા એક દિવસ સુધી મૃતદેહ એમ જ રાખી મૂક્યો. પણ તેઓ આવી શક્યા નહોતા. સગાસંબંધીઓએ પોલીસ સુભાષ શિંદેને અંતિમસંસ્કાર કરવા વિનંતી કરી અને અંતિમ દર્શન વીડિયો કોલ દ્વારા કરીને સજળ નયને ખરેને વિદાય આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો