નિર્ણય:બીડીડી ચાલ પછી મ્હાડા હવે કામાઠીપુરાનો પુનર્વિકાસ કરશે

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂની ઉપકરપ્રાપ્ત 943 અને 349 અન્ય ઈમારતો છે

બીડીડી ચાલના પુનર્વિકાસનો પ્રશ્ન થાળે પાડ્યા પછી હવે મ્હાડા કામાઠીપુરા પરિસરનો પુનર્વિકાસ કરશે. સમૂહ પુનર્વિકાસના પગલે અહીંની 943 ઉપકરપ્રાપ્ત અને 349 અન્ય ઈમારતોનો પુનર્વિકાસ કરવાનો પ્રકલ્પ શરૂ કરવામાં આવશે. એના માટે આગામી ત્રણચાર મહિનામાં સર્વેક્ષણ અને વ્યવહારિકતા તપાસ પૂરી કરવામાં આવશે.

મોકાના ઠેકાણે આવેલા કામાઠીપુરા પરિસરમાં લગભગ 10 હેકટર જમીન પર 943 ઉપકરપ્રાપ્ત ઈમારતો છે. એમાં 7403 નિવાસી રહેવાસી અને 792 અનિવાસી રહેવાસીઓ છે. ઉપરાંત અહીં 349 અન્ય ઈમારતો (નોન સેઝ) છે અને વિવિધ પ્રકારના 14 ધાર્મિક સ્થળો છે. ઉપકરપ્રાપ્ત અને અન્ય ઈમારતો જૂની થઈ હોવાથી જર્જરિત થઈ છે. આ ઈમારતો 100 વર્ષ જૂની છે. રહેવાસીઓ આ ઈમારતોમાં જીવ મુઠ્ઠીમાં લઈને રહે છે. તેથી આ ઈમારતોના પુનર્વિકાસનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કામાઠીપુરાના પુનર્વિકાસ માટે ગયા વર્ષે રિપેરીંગ મંડળે મેસર્સ જી.એમ.રેડેકર એન્ડ એસોસિએટ્સ કંપનીની નિયુક્તી કરી છે. આ કંપની પરિસરમાં કેટલી નિવાસી અને અનિવાસી ઈમારતો છે, એમાં કેટલા રહેવાસીઓ રહે છે, અન્ય ઈમારતો કેટલી છે, અન્ય કયા બાંધકામો છે એનું સર્વેક્ષણ કરીને એક અહેવાલ રજૂ કરશે. આ પ્રકલ્પની વ્યવહારિકતાનો અભ્યાસ પણ કંપની કરશે. આ કામ થયા પછી પુનર્વિકાસનો પ્રસ્તાવ મ્હાડા પ્રાધિકરણ તરફથી અને એ પછી રાજ્ય સરકાર પાસેથી મંજૂર કરીને પ્રકલ્પ પાટે ચઢાવશે.

અન્ય સમાચારો પણ છે...