તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:સ્ટેડિયમને મોદીનું નામ અપાતાં ટીમ ઈન્ડિયા હવે બધી મેચ જીતશે

મુંબઈ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બજેટ સત્રમાં વિરોધી પક્ષની ટીકાઓનો ઉદ્ઘવ ઠાકરનો જડબાતોડ જવાબ

રાજ્ય વિધાનમંડળના બજેટસત્રમાં રાજ્યપાલના ભાષણ પર ચર્ચા દરમિયાન વિરોધી પક્ષ દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા પછી બુધવારે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો. ખાસ કરીને તેમણે અમદાવાદ ખાતે મોટેરા સ્ટેડિયમનું નામ બદલી કરવા પરથી પણ રાજ્યના વિરોધી પક્ષ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટોણો માર્યો હતો.ટીમ ઈન્ડિયા હવે બધી મેચ જીતશે, કારણ કે સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી રાખવામાં આવ્યું છે.

સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ભૂંસી નાખવામાં તેમને શરમ નથી આવતી, એમ ટીકા કરતાં તેમણે સવાલ કર્યો હતો.વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસની ટીકાનો જવાબ આપતાં તેમણે જણાવ્યું હતું કે કોરોના કાળમાં હું ફેસબુક લાઈવ કરતો હતો. આ ફેસબુક લાઈવ પર ફીડબેકમાંથી મળેલી માહિતી અનુસાર આ જ ફેસબુક લાઈવને લીધે મહારાષ્ટ્રની જનતા મને તેમના કુટુંબનો એક સભ્ય માનવા લાગી છે. આ જ મારી જીવનની મોટી કમાણી છે. ફેસબુક લાઈવથી જ નાગરિકોની ધીરજ મળી હતી.

કોરોના કાળમાં ગોટાળાના આરોપનો જવાબ આપતાં ઠાકરેએ જણાવ્યું આ વાઈરસ છે, તે વાઈરસે કહ્યું હું ફરી આવીશ, હું ફરી આવીશ અને કોરોના વાઈરસ ફરી આવ્યો એમ કહીને તેમણે ફડણવીસને ટોણો માર્યો હતો.મરાઠીને અભિજાત દરજ્જો આપવાની માગણીને મુદ્દે તેમણે જણાવ્યું કે કેન્દ્રએ આ નિર્ણય અટકાવી દીધો છે. મરાઠી શું ભિખારી છે, મહારાષ્ટ્ર ભિખારી છે, અમે શું કટોરો લઈને દિલ્હીના દરવાજે ઊભા રહેવાનું એવો પ્રશ્ન તેમણે ઉપસ્થિત કર્યો હતો.

હિંદુત્વ પરથી પણ વિરોધી પક્ષ પર નિશાન
તમે હિંદુત્વ હિંદુત્વની બૂમો પાડો છે તે સૌપ્રથમ હિંદુત્વ રાજ્ય સ્થાપન કરનારા છત્રપતિની મરાઠી માતૃભાષા છે. તે જ મારી અને તમારી માતૃભાષા છે. છત્રપતિ નહીં હોત તો તમે- અમે તો છોડો પણ દિલ્હીમાં બેઠા છે તે હોત કે તેનો સૌપ્રથમ વિચાર કરવો જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.

મુંગંટીવારને પણ આડે હાથ લીધા
દરમિયાન સુધીર મુંગંટીવારે સરકારને અનેક મુદ્દે ભીંસમાં લીધી હતી. તેમને આડેહાથ લેતાં ઠાકરેએ જણાવ્યું કે શું તમારો વેશ હતો, શું તમારો આવેશ હતો, દેવેન્દ્રજીને પણ ડર લાગ્યો હશે કે અમારું શું થશે. મને તો નટસમ્રાટ જોઈ રહ્યો છું એવું લાગવા માંડ્યું હતું, જેનો અંત બહુ જ દયાજનક હતો.

અન્ય સમાચારો પણ છે...