નિર્ણય:મુંબઈ પછી થાણેમાં પણ 500 ચો.ફૂ. સુધીનાં ઘર પર પ્રોપર્ટી ટેક્સ માફ

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાસભામાં ઠરાવ મંજૂર થયા બાદ સરકારના દરબારમાં કામ ચાલુ છે

1 જાન્યુઆરીના રોજ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ મોટી ઘોષણા કરીને સામાન્ય મુંબઈગરાને દિલાસો આપ્યો છે. આવો જ નિર્ણય ટૂંક સસમયમાં થાણે માટે પણ લેવાશે અને અમલ કરાશે, એમ થાણેના મેયર નરેશ મ્હસ્કેએ રવિવારે જણાવ્યું હતું. મુંબઈ પછી થાણે મહાપાલિકાની હદમાં પણ 500 ચો.ફૂટ સુધીનાં ઘરો બાબતે કરમાફીનો નિર્ણય ટૂંક સમયમાં લેવાશે. આથી થાણેના નાગરિકોને પણ ટૂંક સમયમાં જ મોટો દિલાસો મળવાનો છે.

થાણે મહાપાલિકાની ગત મહાસભામાં આ પ્રસ્તાવ મંજૂર થયો છે. તેની પર સરકારના દરબારમાં હવે કામ ચાલી રહ્યું છે. આ બાબતે વિરોધી પક્ષે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવી જોઈએ. કારણ વિના રાજકારણ કરવું નહીં, એમ મેયરે જણાવ્યું હતું.

મહાપાલિકાના ઠરાવ અનુસાર મહાપાલિકાના નિયમોમાં ફેરફાર કરીને તેની પર મંત્રીમંડળમાં નિર્ણય થયા બાદ તે પ્રસ્તાવ રાજ્યપાલ પાસે મોકલવામાં આવશે. આ કર માફીને લીધે મહાપાલિકાની તિજોરી પર પણ ભાર આવશે. માલમતા કર મહાપાલિકાની આવકનો મુખ્ય સ્રોત હોઈ આ આર્થિક વર્ષમાં મહાપાલિકાની તિજોરીમાં આ કર પેટે કરોડો રૂપિયા જમા થાય છે. 500 ચોરસફૂટ સુધીનાં ઘરોને કરમાફી આપવામાં આવે તો વર્ષમાં મહાપાલિકાની તિજોરી પર રૂ. 150 કરોડની તૂટ આવશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આ નિર્ણય લાખ્ખો નાગરિકો માટે મોટો ફાયદો ઠરશે. અનેક કુટુંબો પર આર્થિક તાણ ઓછો થશે.

દરમિયાન મુંબઈ માટે મુખ્ય મંત્રીએ આ ઘોષણા કર્યા પછી જોરદાર રાજકારણ શરૂ થયું છે. આગામી મહાપાલિકાની ચૂંટણીમાં પરાભવ દેખાતો હોવાથી શિવસેનાએ આ નિર્ણય લીધો હોવાની ટીકા ભાજપે કરી છે. ભાજપના પેટમાં દુખી રહ્યું છે. આથી તે આગ લગાવી રહ્યો છે એવો જવાબ મેયર કિશોરી પેડણેકરે આપ્યો છે.

ભાજપના નેતાઆશિષ શેલારે સર્વસામાન્ય દુકાનદારોને રમાફી આપીને સરકાર દિલાસો આપશે કે એવો સવાલ પણ ભાજપે ઉપસ્થિત કર્યો છે. કોંગ્રેસના એક નેતાએ નાગપુરમાં પણ કરમાફી આપો એવી માગણી કરી છે. મનસેએ પણ સરકારના આ નિર્ણયની ટીકા કરી છે.

અન્ય સમાચારો પણ છે...