તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઈકોર્ટનો આદેશ:કોવિશિલ્ડ પછી મહારાષ્ટ્રમાં કોવેક્સિનની પણ નિર્મિતી થશે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હાઈકોર્ટનો રાજય સરકારને ઉત્પાદક કંપનીને જમીન આપવાનો આદેશ

કોરોનાના સમયમાં રસીનો અને ખાસ કરીને કોવેક્સિનની અછત છે ત્યારે એની નિર્મિતી માટે મહારાષ્ટ્રમાં પુણે નજીકની જગ્યા ભારત બાયોટેકની સહયોગી કંપની બાયોવેટ પ્રાઈવેટ લિમિટેડને મંજૂરી આપો એવો આદેશ મુંબઈ હાઈ કોર્ટે રાજ્ય સરકારને આપ્યો છે. કોર્ટના આ નિર્દેશના લીધે રાજ્યમાં રસીકરણ ઝડપી થવામાં મદદ થશે એમ હાઈ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું.

1973માં આંતરરાષ્ટ્રીય કંપની ઈંટરવેટ ઈંડિયા પ્રાઈવેટ લિમિટેડને પુણે નજીક માંજરી ખુર્દ ગામમાં 12 હેકટર જમીન પગ અને મોઢાંના રોગ માટેની રસી તૈયાર કરવા આપવામાં આવી હતી. કોવિડ-19નો ફેલાવો જોતા એ જગ્યામાં આપણે હવે કોવેક્સિન રસીની નિર્મિતી કરવાની પરવાનગી આપવી, એના માટે જરૂરી વિવિધ લાયસંસ અને માન્યતા રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે એવી માગણી કરતી અરજી ભારત બાયોટેકની સહયોગી કંપની કર્ણાટક ખાતેની બાયોવેટ પ્રાઈવેટ લિમિટેડ તરફથી મુંબઈ હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. એના પર જજ કે.કે.તાતેડ અને જજ એન.આર.બોરકરની ખંડપીઠ સમક્ષ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી પાર પડી હતી.

આ ભૂખંડ તબામાં આપવા થતા વિલંબના કારણે પ્લાન્ટમાં યુનિટ અને મશીનરી અત્યારે એમ જ પડી રહ્યા છે. આ યુનિટનો કોવેક્સિનની નિર્મિતી માટે ઉપયોગ કરી શકાય છે. તેમ જ કંપની આ જમીન બાબતે ભવિષ્યમાં કોઈ પણ હકનો દાવો નહીં કરે. ભૂખંડનો ઉપયોગ ફક્ત રસી તૈયાર કરવા માટે જ કરવામાં આવશે એવી ખાતરીવાળો પત્ર અરજદાર કંપની તરફથી પક્ષ રજૂ કરતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારની હકારાત્મક ભૂમિકા
જો કંપની હાલના સમયમાં જીવનરક્ષક રસી તૈયાર કરવા માટે આ યુનિટનો ઉપયોગ કરે અને ભવિષ્યમાં જમીન બાબતે કોઈ પણ હક નહીં માગે તો મહારાષ્ટ્ર સરકારને તાબો આપવામાં કોઈ વાંધો નથી એવી ભૂમિકા રાજ્ય સરકાર તરફથી રજૂ કરતા એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણીએ સ્પષ્ટ કરી હતી. તેમ જ તમામ શરતો માન્ય હોય તો કંપનીએ લાયસંસ માટે અરજી દાખલ કરવી જેથી રાજ્ય સરકાર એ બાબત તરત વિચાર કરશે એમ પણ કુંભકોણીએ સ્પષ્ટ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...