જાહેરાત:કોરોના પછી બુધવારથી મુંબઈ સહિત રાજ્યની કોલેજો બે શિફ્ટમાં શરૂ થશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે મહાપાલિકાની નિયમાવલી જાહેર કરવામાં આવશે

મુંબઈમાં 20 ઓકટોબરથી કોલેજ શરૂ થઈ રહી છે ત્યારે કોરોનાની તકેદારીની નિયમાવલી પાળવી ફરજિયાત રહેશે. એમાં એક જ સમયે કુલ ક્ષમતાના 50 ટકા વિદ્યાર્થીઓની હાજરી અને શક્ય એ ઠેકાણે બે સત્રમાં ક્લાસ આયોજિત કરવાનો નિર્દેશ આપવામાં આવશે. કોલેજમાં રસીના બે ડોઝ લેનારા વિદ્યાર્થીઓને અગ્રતા આપવામાં આવશે.

આ બાબતે સોમવાર 18 ઓકટોબરના નિયમાવલી જાહેર થશે એવી માહિતી અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણીએ આપી હતી. રાજ્યની તમામ બિનકૃષિ યુનિવર્સિટીઓ, સ્વયંનાણાં સહાય યુનિવર્સિટીઓ અને તેમની સાથે સંલગ્ન કોલેજોમાં 20 ઓકટોબરથી નિયમિત ક્લાસ શરૂ કરવામાં આવશે એવી ઘોષણા અને ઉચ્ચ અને તંત્ર શિક્ષણ મંત્રી ઉદય સામંતે કરી હતી. તેથી કોલેજ શરૂ થવામાં જ છે ત્યારે કઈ નિયમાવલી જાહેર થશે એના પર બધાનું ધ્યાન છે. રાજ્ય સરકારે રસીના બે ડોઝ લેનારા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહે અને અન્ય વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવું એવો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત સ્થાનિક સ્તરે વિશેષ રસીકરણ ઝુંબેશ અમલમાં મૂકવી એવો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે.

દરમિયાન તેરમા ધોરણ અને અને આગળના વિવિધ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ 18 વર્ષથી મોટી ઉંમરના છે. એમાં કેટલાકનું રસીકરણ પૂરું પણ થયું છે. 18 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓનું રસીકરણ અનિવાર્ય નથી છતાં 18 વર્ષથી મોટા વિદ્યાર્થીઓનું રસીકરણ જરૂરી છે.

કોલેજમાં હાજર રહેનારા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો તથા શિક્ષકેતર કર્મચારીઓએ માસ્ક પહેરવો ફરજિયાત છે. કોલેજ પ્રશાસને સમયે સમયે ક્લાસનું સેનિટાઈઝેશન કરવું જરૂરી છે. એક બેન્ચ પર એક વિદ્યાર્થી હોવો જોઈએ. સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી નિયમાવલી હશે એમ કાકાણીએ સ્પષ્ટ કર્યું હતું.

વિદ્યાર્થીઓ-શિક્ષકો માટે રસીકરણ ઝુંબેશ
મહાપાલિકા કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વિશેષ રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. રસીના બે ડોઝ લેવાનું ફરજિયાત કરવામાં નહીં આવે એવો સંકેત મહાપાલિકાએ આપ્યો છે છતાં બે ડોઝ લેનારાને અગ્રતા આપવામાં આવશે એમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

મુંબઈની કોલેજોમાં લગભગ સાડા ત્રણ લાખ વિદ્યાર્થીઓ છે. એમાંથી વિદ્યાર્થીઓ સહિત 95 ટકા શિક્ષકોએ પ્રથમ ડોઝ લીધો છે. તેથી બીજો ડોઝ લેવા માટે વિશેષ રસીકરણ ઝુંબેશ કરવામાં આવશે. કોલેજના નજીકના આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલ સમન્વય માટે ઉપલબ્ધ કરી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...