તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાનો રોગ થયા પછી નિર્માણ થયેલા ડરને કારણે લગભગ 10 ટકા દર્દીઓમાં માનસિક તાણ થઈ હોવાનું ચિત્ર બાન્દરા-કુર્લા કોમ્પ્લેક્સ ખાતેના આરોગ્ય કેન્દ્રમાં જણાયું છે. કોરોનામુક્ત થયા પછી માનસિક તાણ ઊભી થવાથી લગભગ આઠથી દસ દર્દીઓ દરરોજ સારવાર માટે ઓપીડીમાં આવે છે. કોરોનાના રોગ બાબતે આડેધડ ચર્ચાઓ, બિનવૈજ્ઞાનિક માહિતીનો ફેલાવો અને સમાજ તરફથી દર્દીઓ સાથે કરવામાં આવતા વ્યવહારને લીધે કોરોના બાબતે ડર નિર્માણ થવા સહિત અનેક માનસિક તાણ જણાઈ છે. તેથી બીકેસી કોરોના આરોગ્ય કેન્દ્રમાં માનસિક રોગ પર પણ સેવા શરૂ કરવામાં આવી છે.
હોસ્પિટલમાં અત્યાર સુધી 4000 દર્દીઓની તપાસણી કરી છે. એમાંથી લગભગ 10 ટકા એટલે કે 400 દર્દીઓમાં માનસિક તાણ નિર્માણ થઈ હતી. એમાં લગભગ 2 ટકા માનસિક રોગના દર્દીઓ હતા. પણ 8 ટકા દર્દીઓમાં કોરોનાગ્રસ્ત થયા પછી માનસિક તાણ, નિરાશા, ડર, ચિંતા નિર્માણ થઈ હતી. જો કે સમયસર નિદાન અને સારવાર કરવાથી આ દર્દીઓ હેમખેમ ઘરે પાછા ગયા. મોટા ભાગના દર્દીઓ 50 થી 55 વર્ષની ઉંમરના હતા. તપાસણી કરેલા 22 ટકા દર્દીઓ અને તેમના કુટુંબીઓનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું એમ આ હોસ્પિટલના ડીન ડો. રાજેશ ઢેરેએ જણાવ્યું હતું.
કોરોનામુક્ત થઈને ઘરે ગયા પછી પણ કેટલાક દર્દીઓમાં માનસિક તાણ નિર્માણ થયાનું જણાયું છે. ઓપીડીમાં દરરોજ આવતા માનસિક રોગના દર્દીઓમાંથી લગભગ 50 ટકા દર્દીઓ તાણ નિર્માણ થવાને લીધે આવે છે. ઘરે ગયા પછી કુટુંબીઓએ દર્દીઓનું રાખેલ વધુ પડતું ધ્યાન, સોસાયટીના ઘરમાંથી બહાર ન નીકળવા માટે વારંવાર આપવામાં આવતી સલાહ, રોગ થયો કેવી રીતે, હોસ્પિટલમાં કેવું લાગ્યું જેવા પ્રશ્નો વારંવાર પૂછાતા હોવાનું દર્દીઓએ નોંધ્યું છે. એના લીધે માનસિક ત્રાસ થાય છે. કેટલાક દર્દીઓને સાજા થઈને ઘરે ગયા પછી કુટુંબીઓને કોરોના થશે, પોતાને ફરીથી કોરોના થશે એવો ડર લાગી રહ્યો હોવાનું પણ જણાયું છે.
આઈસીયુમાં સારવાર લેનારા કેટલાક દર્દીઓને તમામ પ્રક્રિયા બાબતનો આઘાત પણ લાગ્યો હોવાનું જણાય છે. થોડું ચાલવાથી ફેંફસા પર ભાર આવશે, હ્રદયના ધબકારા બંધ પડ્યા છે, થોડો ત્રાસ થાય એટલે રોગ વધ્યો છે એવો ડર તેમને લાગે છે. આ દર્દીઓને કાઉન્સેલિંગ સાથે દવા આપીને ધીમે ધીમે ડર ઓછો કરવામાં આવે છે એમ સાઈકિયાટ્રિસ્ટ જણાવે છે.
ઓક્ટોબર બાદ તાણનું કારણ બદલાયું
શરૂઆતના સમયમાં કોરોના થયો કેવી રીતે, હવે મારું શું થશે એવી ચિંતા થોડા દર્દીઓમાં હતી. કેટલાક દર્દીઓમાં આ સરકારનું ષડયંત્ર છે, ખોટો રિપોર્ટ દેખાડીને રાખ્યા છે, રૂપિયા કઢાવવા હોસ્પિટલોની આ રમત છે એવા વિચારોને લીધે રોગ થયાનું માન્ય કરતા નહોતા. આવા વિવિધ વિચારોથી અશાંત મનને શાંત કરવા કાઉન્સેલિંગ સહિત દવાની સારવાર પણ શરૂ કરવી પડે છે. ઓકટોબર પછી જો કે માનસિક તાણ જણાયેલા દર્દીઓમાં કોરોના થયો કેવી રીતે એવો વિચારોથી તાણ નિર્માણ થયાનું જણાયું છે.
દરેક દર્દીની માનસિક તપાસણી
હોસ્પિટલમાં ત્રણ મહિનાથી માનસિક આરોગ્ય સેવા આપવામાં આવે છે. અહીં દાખલ થયેલા દરેક દર્દીની માનસિક તપાસણી કરવામાં આવે છે. શંકાસ્પદ લક્ષણો અથવા પહેલાં માનસિક રોગ હોવાનું જણાય તો એ દષ્ટિએ સારવાર નક્કી કરવામાં આવે છે. એના માટે હોસ્પિટલમાં સાઈકિયાટ્રિસ્ટ અને મેડિકલ સમાજસેવકોની નિયુક્તી કરવામાં આવી છે. સમયસર નિદાન અને સારવાર શરૂ થવાથી આ દર્દીઓને સાજા કરવા સહેલું થયું અને સંભવિત નુકસાન ટાળી શકાયું એમ ડો. રાજેશ ઢેરેએ જણાવ્યું હતું.
આમ થયો ફાયદો
પહેલેથી જ માનસિક રોગ હોવા છતાં સારવાર ન કરાવનારા દર્દીઓમાં કોરોનાની સારવાર દરમિયાન તેમને થયેલા માનસિક રોગની માહિતી આપવી, કાઉન્સેલિંગ કરવું અને દવા લેવા જણાવવું જેવા ઉપાયોથી દર્દીઓને જ માનસિક રોગની દવા લેવી કેટલી જરૂરી છે એ સમજાયું છે. તેથી દર્દીઓ સાજા થઈને ઘરે જતા સમયે આ દવાઓ અમારે પહેલેથી લેવી જોઈતી હતી એમ જણાવે છે. તેમના કુટુંબીઓ પણ દર્દીઓ દવા લેતા થાય એટલે રાહતનો શ્વાસ લે છે.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.