ભાસ્કર વિશેષ:જીભના કેન્સરને માત આપી યુવતી ફરી ગાતી થઈ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીભ પર 4.5 સેમી અલ્સરને લીધે બોલી અને ખાઈ શકતી નહોતી

જીભના કેન્સરથી ત્રસ્ત 24 વર્ષની યુવતી પર મીરા રોડ ખાતે વોકહાર્ટ હોસ્પિટલમાં સફળ ઉપચાર કરવામાં આવ્યો. સલાહકાર ઓટોલાર્યનગોલોજિસ્ટ અને હેડ એન્ડ નેક ઓન્કો સર્જન ડો. ચંદ્રવીર સિંહની આગેવાનીમાં આ ગૂંચભરી શસ્ત્રક્રિયા સફળતાથી પાર પાડવામાં આવી. રેડિયોથેરપી અને કેમોથેરપીની સહાયથી સફળ ઉપચાર કરવામાં આવ્યો. યુવતીની જીભની જમણી બાજુ 4.5 સેન્ટિમીટરનું અલ્સર હોવાથી બોલી શકતી નહોતી, ખાઈ શકતી નહોતી. હવે તે આ બધું કરી શકવા સાથે ગાયનનો પોતાનો શોખ પણ પૂરો કરતાં ગાવા લાગી છે.

મીરા રોડમાં રહેતી રેશમા શાહ (નામ બદલી કરાયું છે) ઈવેન્ટ મેનેજર છે. તેની જીભ પર અલ્સર હોવાથી મોઢામાં દર્દ, બોલી નહીં શકવું, ખાતી વખતે ગળામાં નહીં ઊતરવું જેવી સમસ્યા સતાવતી હતી. અનેક હોસ્પિટલોમાં ઈલાજ કરાવ્યો. ઘરગથ્થુ ઉપચારનો આધાર લેતાં અલ્સવર પર મધ લગાવવું સહિત અનેક ઘરેલુ ઉપાય કર્યા પરંતુ તેનાથી ઝાઝો ફરક પડ્યો નહોતો. ઉપરાંત દિવસ વીતવા સાથે ત્રાસ પણ વધતો હતો.

ડો. ચંદ્રવીર સિંહે જણાવ્યું કે દર્દી હોસ્પિટલમાં આવી ત્યારે તેને મોઢાની અંદરની બાજુમાં દર્દ, ખાવામાં મુશ્કેલી, બોલવામાં અને ગળવામાં મુશ્કેલી અને જીભની જમણી બાજુ 4.5 અલ્સર હતું. એમઆરઆઈ, એક્સરે, સીટી સ્કેન તપાસના બાયોપ્સીમાં કેન્સરનો વધારો થયો હોવું દેખાયું હતું, જે જીભથી ગરદનની જમણી બાજુ લિમ્ફ નોઈસ સુધી ફેલાયું હતું.

જીભના કેન્સરના મોઢાનું કેન્સર તરીકે સંબોધવામાં આવે છે. કેન્સરનો પ્રસાર રોકવા દર્દીને રેડિયોથેરપી અને કેમોથેરપી આપવામાં આવ્યું. તેમાં જીભ અને બાજુની પેશીઓની જમણી બાજુનો અડધો ભાગ કાઢી નાખવા માટે શસ્ત્રક્રિયા કરવામાં આવી. પેશીની જગ્યાએ સ્કિન ગ્રાફ્ટિંગ કરાયું. આખી ચિકિત્સકીય પ્રક્રિયાએ 5 કલાક લીધા. છ દિવસ પછી દર્દીને રજા આપવામાં આવી. હવે તે બરોબર ખાઈ, બોલી અને ગળી પણ શકે છે. ગાવાનું પણ શરૂ કર્યું છે.

આ કેન્સર કઈ રીતે પેદા થાય છે
સામાન્ય રીતે તમાકુ ચગળવું, ધૂમ્રપાન કે શરાબ સેવનથી પણ આ કેન્સર પેદા થાય છે. મોઢાની સ્વચ્છતા આમાં બહુ જરૂરી છે. તીક્ષ્ણ દાંત પણ અલ્સર પેદા કરી શકે છે, જેથી ડેન્ટિસ્ટને તુરંત બતાવી દેવાનું જરૂરી છે, એમ તેમણે જણાવ્યું હતું. દર્દીએ કહ્યું મેં હવે શરાબ સેવન અને ધૂમ્રપાન છોડી દેવાના સમ ખાધા છે. અલ્સર કે મોઢામાં દર્દનાં કોઈ પણ ચિહનોની અવગણના ક્યારેય નહીં કરવી જોઈએ અને સમયસર ઈલાજ કરાવવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...