સુવિધા:આઝાદીના 75 વર્ષ પછી ખંબે ગામના રહેવાસીઓને રોજ પાણી મળતું થયું

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આટલા વર્ષ મહિનામાં બે વખત ફક્ત બે કલાક પાણી પુરવઠો થતો હતો
  • પાણી વિતરણ કંપનીએ 35 વર્ષ જૂની પાઇપલાઇનને બદલવા અને તમામ ગેરકાયદે પાણીના જોડાણો દૂર કરવા કોર્ટને જાણ કરી

બોમ્બે હાઈકોર્ટના સમયસર હસ્તક્ષેપને પગલે, મુંબઈની નજીક આવેલા ખંબે ગામના રહેવાસીઓને મહિનામાં બે વખત પાણીના બે કલાક પુરવઠાને બદલે દરરોજ ઓછામાં ઓછા દસ ટેન્કર પાણી મળવાનું શરૂ થયું છે. મંગળવારે, સત્તાવાર પાણી વિતરણ કંપનીએ 35 વર્ષ જૂની પાઇપલાઇનને બદલવા અને 29 સપ્ટેમ્બર 2021 સુધીમાં તમામ ગેરકાયદે પાણીના જોડાણો દૂર કરવા સહિત ગ્રામજનોની પાણીની સમસ્યાને ઉકેલવા માટે તેના ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના પગલાં વિશે કોર્ટને જાણ કરી હતી.

સ્ટેમ વોટર ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ઇન્ફ્રા કંપની પ્રાઇવેટ લિમિટેડ, થાણે જિલ્લા પરિષદ અને ભિવંડી નિઝામપુર શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનનું સંયુક્ત સાહસ છે. જસ્ટિસ એસ.જે. કાઠાવાલા અને જસ્ટિસ મિલિંદ જાધવે કેટલાક ગ્રામજનોની અરજીની સુનાવણી દરમિયાન કંપનીના ગેરકાયદે પાણીના જોડાણો દૂર કરવા અને દૈનિક પાણી આપવા માટે કંપનીની અસમર્થતાની સખત નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે આઝાદીના 75 વર્ષ પછી આવી બાબત અરજદારોના મૂળભૂત અધિકારોની મજાક છે.કોર્ટે સ્ટેમના મેનેજિંગ ડિરેક્ટરને ગામ લોકોને પાણી પૂરું પાડવામાં આવ્યું હોવાનો ખોટો દાવો કરવા બદલ ઠપકો આપ્યો હતો.

કોર્ટે રાજ્યને પાણી પુરવઠા માટે ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના પગલાં ઘડવા માટે એક સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે તેના તમામ આદેશો મુખ્યમંત્રીને પણ મોકલ્યા હતા જેથી તેઓ વ્યક્તિગત રીતે તેનું પાલન સુનિશ્ચિત કરી શકે અને આ મુદ્દાને ઘણી ગંભીરતાતી એ રાજ્યના હિતમાં છે એમ જણાવ્યું હતું. અરજદારોના વકીલ આરડી સૂર્યવંશીએ સ્ટેમ પર રાજકીય નેતાઓ, મ્યુનિસિપલ કાઉન્સિલરો, ટેન્કર લોબી, ઉદ્યોગો અને બાંધકામ સાઈટોને ગેરકાયદે પાણી સપ્લાય કરીને લાખો રૂપિયાની કમાણી કરવાનો આરોપ લગાવ્યો હતો.

મંગળવારે, એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણીએ થાણે જિલ્લા પરિષદના સીઈઓ ભાઈસાહેબ ડાંગડે વતી બિનશરતી માફી સાથે સોગંદનામું રજૂ કર્યું હતું. ભાઈસાહેબ ડાંગડે એમડી, એસટીઈએમ તરીકે વધારાનો ચાર્જ સંભાળી રહ્યા હતા. તેમણે અદાલતને કેટલાક સૂચિત પગલાંઓથી વાકેફ કર્યા હતા.

કોર્ટને આ પગલાંઓ વિશે જાણ કરાઇ
એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું કે થાણે મહાપાલિકા કમિશનર અને સ્ટેમ ચેરમેન તબક્કાવાર પાણીની પાઇપલાઇનોમાંથી તમામ ગેરકાયદે જોડાણો (300-400) ને કાપી નાખવા માટે એક સમિતિની રચના કરશે. મુંબઈમાં પાણીની પાઈપલાઈન પર પેટ્રોલિંગ કરતી સુરક્ષા એજન્સી, ખાંબે ગામ તરફ જતી પાણીની પાઈપલાઈનનું રક્ષણ કરશે. દસથી તેર હજાર લીટરની ક્ષમતાવાળા દસ પાણીના ટેન્કરોએ 10 સપ્ટેમ્બરથી ગામને પાણી આપવાનું શરૂ કર્યું છે અને તેનું વિતરણ સુનિશ્ચિત કરવાની જવાબદારી ગ્રામ પંચાયતની છે. ટૂંકા ગાળાના ઉકેલ તરીકે સ્ટેમમાં નવી પાઇપલાઇન નાખવાની દરખાસ્ત છે જે ગાંવ ખોની અને ગાંવ કટાઇને બાયપાસ કરશે.

એમાં મહત્તમ સંખ્યામાં ગેરકાયદે જોડાણો છે. લાંબા ગાળાના ઉકેલ તરીકે વધતી વસતિને કારણે પીવાના પાણી પુરવઠાની વધતી માગના મુદ્દાને ઉકેલવા માટે સ્ટેમએ ભીવંડી કોર્પોરેશન વિસ્તારને બાયપાસ કરીને માનકોલી એમબીઆરથી ખારબાઓ અને કટાઈ -કામ્બે સુધી નવી પાઈપલાઈન નાખવાની દરખાસ્ત કરી છે. જો કે આ માટે કોઈ સમય મર્યાદા નથી કારણ કે તેમાં જમીન સંપાદનનો સમાવેશ થશે. કોર્ટે કહ્યું કે તે રાજ્યના પગલાંથી સંતુષ્ટ છે અને પાલન માટે મહિનાના અંત સુધી મામલો મુલતવી રાખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...